વડતાલના સૂર્ય ફાર્મમાં મહેફિલ માણતા 8 ઝડપાયા

Jan 18, 2017 02:02 PM IST | Updated on: Jan 18, 2017 02:02 PM IST

આણંદઃવિદ્યાનગર પોલીસે બાતમી આધારે આજે વહેલી સવારે વડતાલ બાકરોલ રોડ પર આવેલ સૂર્ય વીડ્સ ફાર્મમાં દરોડો પાડી વિદેશી શરાબની મહેફિલ માણતા 8 શખ્સોને રંગે હાથ ઝડપી લેતા ચકચાર મચી જવા પામી છે પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી તેઓના બ્લડ સેમ્પલ લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આંકલાવમાંથી વિદેશી શરાબની મહેફિલ માણતા 11 લોકોને ઝડપે હજુ 24 કલાક વીત્યા નથી ત્યાં આજે વહેલી સવારે વિદ્યાનગર પોલીસે બાતમી આધારે વડતાલ બાકરોલ રોડ પર દરોડો પાડી એક ફાર્મહાઉસમાંથી વિદેશી શરાબ ની મહેફિલ માણતા 8 શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે ઘટના ત્રણ કાર અને વિદેશી શરાબની બોટલો મળી કુલ્લે 13 લાખ મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓ ના બ્લડ સેમ્પલ લઇ ગાંધીનગર એફએસએલ માં તાપસ અર્થે મોકલી કાયદેસર ની કાર્યવાહી શરુ કરી છે.

વડતાલના સૂર્ય ફાર્મમાં મહેફિલ માણતા 8 ઝડપાયા

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર