ડભોઇ નજીક ગોડાઉનમાં ભીષણ આગ,આકાશ કાળા ધૂમાડાથી ઘેરાયું

Mar 15, 2017 03:26 PM IST | Updated on: Mar 15, 2017 03:26 PM IST

વડોદરાઃ જીલ્લાના ડભોઇ તાલુકાનાં મહમદપુરા ગામે ભંગારના ગોડાઉન મા આજે ભીષણ આગ ભભૂકતા આકાશ આખુ કાળા ધૂમાડાના ઝપડમાં આવી ગયું હતું. આગને કાબુ કરવા ડભોઇ ઍને વડોદરાના ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

આજે વહેલી સવારે ૬ વાગ્યાના સુમારે અચાનક અગમ્ય કરણોસર આગ લાગી

ડભોઇ નજીક ગોડાઉનમાં ભીષણ આગ,આકાશ કાળા ધૂમાડાથી ઘેરાયું

જતા જોત જોતામા આ આગ એટલી ભીષણ આગમા તબદીલ થઇ ગઇ હતી. ૩ કિલોમીટર દુર સુધીના અંતરમા આગના ધુમાડાના ગોટે ને ગોટા દ્રસ્યમાન થતા હતા અને સમગ્ર વાતાવરણ ધુમાળાથી ઘેરાઇ ગયુ હ્તુ. આ આગની જાણ થતા જ ડભોઇ નગર પાલીકા અને વડોદરાથી પાંચ જેટલા ફાયર ફાયટરોની મદદ લેવામા આવી અને પોલીસ પણ ઘટના સ્થડે દોડી આવી આગને કાબુમા લેવાના પ્રયાસો હાથ ધરયો છે.ગોડાઉનમા ૬ મહિનામા બીજી આગની ઘટના

બની છે.

સુચવેલા સમાચાર