બાયડઃબિભત્સ ક્લિપીંગ ઉતારી મંગેતરને મોકલી,યુવતિના લગ્ન થયા ફોક

Apr 17, 2017 03:17 PM IST | Updated on: Apr 17, 2017 03:17 PM IST

મોડાસાઃબાયડના ગ્રામ્ય વિસ્તારની ૨૦ વર્ષીય યુવતીનું બાઈક ઉપર આવેલા બે યુવાનો અપહરણ કરી જઈ ખેડા જીલ્લાની સીમમાં ઓરડીમાં ગોંધી રાખી બીભ્સત વિડીયો ઉતારી યુવતીના મંગેતરના પરિવારને મોકલી આપતા ચકચાર મચી ગઈ છે. વિડીયો જોયા પછી મંગેતરે લગ્ન કરવાની ના પાડી દીધી છે. જેથી લગ્ન મોકૂફ રહ્યા હતા.સાઠબા પોલીસે આરીપીઓં વિરુધ બળાત્કાર અને અપહરણનો ગુનો નોધ્યો છે. યુવતીના ફરિયાદ ના આધારે પોલીસે કપડવંજ તાલુકાના નરસિહપુરના કલ્પેશ પટેલ તથા અન્ય એક અજાણ્યા ઈસમ વિરુધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

યુવતીનું ૧૫ એપ્રિલના રોજ લગ્ન નિયત થયું હતું પરંતુ ગત ૨૫ માર્ચના રોજ તેના ગામના સિમાડામાંથી બાઈક પર આવેલા નરસિહપુરના બે યુવાનો તેનું મોઢું દબાવી બળજબરી પૂર્વક અપહરણ કરી ગયા હતા અને નરસિહપુર ગામના સીમાડામાં આવેલી એક ઓરડીમાં તેને ગોંધી રાખી તેનો બીભસ્ત વિડીયો ઉતારી લેતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. યુવાનોએ અશ્લિલ વિડીયો ઉતારા પછી યુવતીના લગ્ન થવાના હતા તે પરિવારને વિડીયો મોકલી આપતા તેઓં ચોકી ઉઠ્યા હતા.

બાયડઃબિભત્સ ક્લિપીંગ ઉતારી મંગેતરને મોકલી,યુવતિના લગ્ન થયા ફોક

સુચવેલા સમાચાર