બદ્રીનાથમાં ક્રેશ થયેલા હેલિકોપ્ટરમા વડોદરાના કયા પ્રવાસી હતા જાણો

Jun 10, 2017 03:48 PM IST | Updated on: Jun 10, 2017 03:48 PM IST

વડોદરાનાં હરણી વિસ્તારનાં બે પરિવારો 6 જુને વડોદરાથી દિલ્હી અને ત્યાંથી દેહરાદુનથી હેલિકોપ્ટર મારફતે ચારઘામ યાત્રાએ ગયા હતા. ત્યારે બદ્રીનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનાંગ્રસ્ત થતા હેલિકોપ્ટરમાં મુસાફરી કરતા વડોદરાનાં ચાર યાત્રીઓનો આબાદ બચાવ થયો હતો.

વડોદરાનાં નવીનભાઇ જશભાઇ પટેલ, તેમના પત્નિ જયોત્સનાબેન પટેલ, તેમના મિત્ર હરીશભાઇ રાઠોડ, અને તેમના પત્નિ લીલાબેન સાથે ચારઘામની યાત્રાએ ગયા હતા.વડોદરાથી વિમાનમાર્ગે દિલ્હી અને ત્યાંથી દેહરાદુન અને દેહરાદુનથી તેઓ હેલિકોપ્ટર મારફતે બદ્રીનાથ જવા રવાના થતા આ દુર્ઘટનાં સર્જાઇ હતી. જો કે દુર્ઘટના બાદ વડોદરા સ્થિત તેમના પરિજનો ને તેમના પરિજનો સલામત હોવાના સમાચાર મળતા હાશકારો અનુભવ્યો હતો.

બદ્રીનાથમાં ક્રેશ થયેલા હેલિકોપ્ટરમા વડોદરાના કયા પ્રવાસી હતા જાણો

 

સુચવેલા સમાચાર