આણંદ: સોજીત્રાના કાસોર ગામમાં ઉના વાળી, દલિત પરિવાર પર હુમલો

Aug 17, 2017 11:54 AM IST | Updated on: Aug 17, 2017 11:54 AM IST

આણંદ# સોજીત્રામાં ઉના વાળી , દલિત યુવક અને તેની માતા ને માર મારી જાનથી મારીનાખવાની ધમકી ,આખરે પોલીસ તંત્ર જાગ્યું 17 લોકો સામે નોંધી ફરિયાદ

સોજીત્રા નજીક આવેલ કાસોર ગામ માં  મરેલા ઢોર ના ચામડા ઉતારવાની બાબત ને લઇ 17 થી વધુ લોકો એ દલિત પરિવાર પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી હતી ચાર દિવસ પહેલા ની આ ઘટના ને લઇ પોલીસ તંત્ર હરકત માં આવ્યું હતું અને તપાસ ના અંતે 17 કસુરવારો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી તેઓની અટકાયત કરતા ચકચાર મચી છે 

કાસોર ગામે રહેતા શૈલેષ મણીભાઈ રોહિત  ગામ માં મૃત પશુઓ ને પંચાયત દ્વારા ફાળવવા માં આવેલ જમીન માં લઇ જઈ તેનું ચામડું ઉતારવાનો વ્યવસાય કરે છે ચાર દિવસ પહેલા ગામના કેટલાક લોકો દ્વારા આ દલિત પરિવાર ને પંચાયત ની જમીન માં આવો અસ્વછ વ્યવસાય નહિ કરવા ધમકી આપ્યા બાદ 17 જેટલા લોકો એ આ દલિત પરિવાર પર હુમલો કર્યો હતો જેને લઇ શૈલેષ રોહિત સોજીત્રા પોલીસ મથક માં પોતાની ફરિયાદ આપતા પોલીસે તાપસ ડીવાયએસપી ને સોંપી હતી અને ચાર દિવસ ની તાપસ ના અંતે આજે 17 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી તેઓની અટકાયત કરી હતી ઘટના ને લઇ સમગ્ર પંથક માં ભારે ચકચાર મચી જવા પામી હતી.

સુચવેલા સમાચાર