આણંદ: નગરસેવક પર હુમલાના કેસમાં ચંદ્રેશ પટેલની થાઇલેન્ડથી ધરપકડ

Jan 25, 2017 11:38 AM IST | Updated on: Jan 25, 2017 11:49 AM IST

આણંદ #આણંદ નગરસેવક પર કરાયેલા હુમલા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. હુમલામાં સંડોવાયેલ કથિત ચંદ્રેશ પટેલને થાઇલેન્ડથી ઝડપી લેવાયો છે. ગુજરાત એટીએસની ટીમ થાઇલેન્ડ પહોંચી છે અને આગામી બે દિવસમાં ચંદ્રેશ પટેલને ગુજરાત લવાશે.

આરોપી ચંદ્રેશ પટેલની થાઇલેન્ડથી ધરપકડ કરાઇ છે. ચંદ્રેશે રવિ પૂજારીના સાગરિત સુરેશ અન્નાને સોપારી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. ભારતીય એજન્સીના ઇનપુટને આધારે થાઇલેન્ડ પોલીસે ચંદ્રેશ પટેલની ધરપકડ કરી છે.

પોલીસે ચંદ્રેશ પટેલને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા આ દરમિયાન ચંદ્રેશ પટેલ થાઇલેન્ડ હોવાનું સામે આવતાં થાઇલેન્ડ પોલીસનો સંપર્ક કરાયો હતો અને ધરપકડ કરાઇ હતી. ગુજરાત પોલીસ થાઇલેન્ડ પહોંચી છે અને બે દિવસમાં ચંદ્રેશ પટેલને ગુજરાત લવાશે.

પ્રજ્ઞેશ પટેલના ભાઇ સંકેત પર ચંદ્રેશ પટેલે હુમલો કર્યો હતો. પ્રજ્ઞેશ પટેલની સામે ચૂંટણીમાં ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી હતી. જોકે ચૂંટણીમાં પરાજય થતાં અદાવતમાં કથિત આ હુમલો કરાવ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

સુચવેલા સમાચાર