એકતરફી પ્રેમમાં યુવાનની હેરાનગતિથી યુવતિનો આપઘાત

May 27, 2017 10:58 AM IST | Updated on: May 27, 2017 10:58 AM IST

રાજપીપલામાં એકતરફી પ્રેમમાં યુવાનની હેરાનગતિ વધતા ત્રસ્ત યુવતીએ કરજણ નદીમાં કૂદકો મારી આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર જાગી છે.પોલીસે આરોપીની ધરપકડ કરી છે.તો યુવતીના પરિવારજનોએ આરોપી યુવકને જાહેર માં લાવવાની માંગ સાથે ભારે હોબાળો મચાવ્યો છે રાજપીપળાના એક ખાનગી દવાખાનામાં નોકરી કરતી યુવતી રેશમાબેન રોહિતનાં એક તરફી પ્રેમ માં પાગલ બનેલા યુવાન સાહબાઝ નકુમની હેરાનગતિથી ત્રસ્ત બનેલી યુવતી એ ગત મોડી રાત્રે રાજપીપલાની કરજણ નદીમાં ઝંપલાવ્યું હતું.

બીજી તરફ યુવાન સામે આત્મહત્યા ની દુષપ્રેરણા આપવા તેમજ એટ્રોસીટી એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે. તો સામે પરિવારજનો એ આક્ષેપ કર્યો છે કે યુવાન સાહબાઝ આ રેશમાં ના એકતરફી પ્રેમ માં પાગલ હતો અને અવારનવાર તેણીને હેરાન પરેશાન કરતો હતો.જેનાથી યુવતી ત્રસ્ત હતી પરંતુ ડર ના કારણે કોઈને કહી શકતી ન હતી.અને આક્ષેપ કર્યો છે કે,એકતરફી પ્રેમ માં અંધ યુવાને રેશ્માને નદી પાસે લઈ જઈને ધક્કો મારી હત્યા કર્યાનો આક્ષેપ કર્યો છે.

એકતરફી પ્રેમમાં યુવાનની હેરાનગતિથી યુવતિનો આપઘાત

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર