ગુજરાત ચૂંટણી 2017: ભાજપનાં સંભવિત ઉમેદવારની યાદી

Nov 15, 2017 06:17 PM IST | Updated on: Nov 15, 2017 06:28 PM IST

ગુજરાતનો જંગ જીતવા ભાજપે કમરકસી છે. જેને લઈને ઉમેદવારોની પસંદગી માટે પણ ખાસ ધ્યાન રાખવામા આવ્યું છે.. જે સાંજે વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં બન્ને તબક્કાના નામો પર આખરી મહોર મારી દેવામા આવશે. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડે બંન્ને તબક્કાની યાદી સીલબંધ કવરમાં તૈયાર કરી દીધી છે. તેના પર મંજુરીની મહોર મરાશે. આ બેઠકમાં વિજય રૂપાણી, નીતિન પટેલ,જીતુ વાઘાણી,ભીખુભાઈ દલસાણીયા હાજર રહેશે.

સોર્સિસનું માનીએ તો મોટાભાગના નામો પર સર્વસંમતિ સાધી લેવાઈ છે. પાર્ટી આ વખતે ૨૦ બેઠકો પર નવા ઉમેદવારો ઉતારી શકે છે. જો કે સુત્રો એ પણ કહી રહ્યા છે કે જે નામો પર સમસ્યા આવી શકે છે તેવા 25થી 30 ટકા નામ પર અંતિમ નિર્ણય પ્રધાનમંત્રી મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ કરશે. આ વખતે આધ્યાત્મિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, ઉદ્યોગ ગૃહોની ભલામણો

પ્રાધાન્ય આપવાની રણનિતી પણ ભાજપે બનાવી છે.

ભાજપ આ વખતે આદિવાસી, દલિત,ઓબીસી,પાટીદારો સહિત ક્ષત્રિય સમાજમાંથી નવી નેતાગીરીને મેદાને ઉતારી શકે છે. તો મણિનગરથી ભાજપ કોઈ મહિલા ઉમેદવારને મેદાને ઉતારે તેવી પણ શક્યતા છે. તો આ વખતની ચૂંટણીમાં કેટલાક સિનિયર મંત્રીઓની પણ ટિકિટ કપાઈ શકે છે. સાથે જ મહિલા પ્રધાનો અને ધારાસભ્યોની પણ ટિકિટ કપાઈ શકે છે. પક્ષ આ વખતે નવા ચહેરાઓ પણ ચૂંટણી જંગમાં ઉતારી શકે છે. અને એવી પણ ચર્ચા છે કે સેન્સમાં નામ નથી તેવાને પણ પક્ષ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કરાવી શકે છે. આ ઉપરાંત જે વરિષ્ઠ ધારાસભ્યોની ટિકિટ કપાવાની છે. તેમને પક્ષ દ્વારા મનાવી લેવાયા છે. આજની બેઠકમાં નામ પર અંતિમ મહોર મારી દેવામાં આવશે. પણ ભાજપ પ્રથમ યાદી 17મી અથવા 18મી નવેમ્બરનાં રોજ જાહેર કરી શકે છે અને બીજી યાદી 25 કે 26 નવેમ્બર સુધી જાહેર થાય તેવી શક્યતા છે.

ભાજપના સંભવિત ઉમેદવારો

વિજય રૂપાણી-રાજકોટ વેસ્ટ

નીતિન પટેલ-મહેસાણા

જીતુ વાઘાણી-ભાવનગર વેસ્ટ

પ્રદીપસિંહ જાડેજા-વટવા

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા-ધોળકા

ગણપત વસાવા-માંગરોળ

શંકર ચૌધરી-વાવ

બાબુ બોખીરિયા-પોરબંદર

આત્મારામ પરમાર-ગઢડા

દિલીપ ઠાકોર ચાણસ્મા

જયેશ રાદડિયા-જેતપુર

પરસોત્તમ સોલંકી-ભાવનગર ગ્રામ્ય

હીરા સોલંકી-રાજુલા

ચિમન સાપરિયા-જામજોધપુર

જશા બારડ-સોમનાથ

રાજેન્દ્ર ત્રિવેદી-રાવપુરા

શબ્દશરણ તડવી-નાંદોદ

રાઘવજી પટેલ-જામનગર ગ્રામ્ય

તેજશ્રીબેન પટેલ-વિરમગામ

આઈ.કે.જાડેજા-ધ્રાંગધ્રા

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર