શુક્રવાર+પુષ્ય નક્ષત્રનો સુવર્ણ યોગ, ઘરમાં કાયમ રહેશે લક્ષ્મીનો વાસ કરો આ ખાસ ઉપાય

Oct 13, 2017 01:27 PM IST | Updated on: Oct 13, 2017 01:27 PM IST

આજે હિન્દુ કેલેન્ડર પ્રમાણે વર્ષનું છેલ્લુ પુષ્ય નક્ષત્ર છે અને તે પણ શુક્રવારનાં દિવસે આવે છે એટલે જાણે સોનામાં સુગંધ ભળી તેવો મહાયોગ છે. આજનાં દિવસે ખરીદીનું ખાસ મહત્વ છે.

એવી માનતા છે કે પુષ્ય નક્ષત્રમાં ખરીદેલી કોઇપણ વસ્તુ લાભદાઇ રહે છે તે આપની સાથે હરહંમેશ સુધી રહે છે તેથી જ આજનાં દિવસે મોટેભાગે સોનું ખરીદવાનું શુભ માનવામાં આવછે.

શુક્રવાર+પુષ્ય નક્ષત્રનો સુવર્ણ યોગ, ઘરમાં કાયમ રહેશે લક્ષ્મીનો વાસ કરો આ ખાસ ઉપાય

આ વર્ષે આજે શુક્રવારે આખો દિવસ પુષ્ય નક્ષત્ર રહેશે અને આજનાં દિવસે આ યોગ બનતો હોવાથી ખાસ છે. કારણ કે શુક્રવાર એમ પણ દેવી લક્ષ્મીની ઉપાસનાનો દિવસ છે. તેમાં પણ પુષ્ય નક્ષત્રનો દિવસ છે આજનાં દિવસે માતા લક્ષ્મીને રીઝવવા માતા લક્ષ્મી અને વિષ્ણુ ભગવાનની પૂજા કરવી.

લક્ષ્મી માને રીઝવવા કરો આમ પૂજા વિધિ

-પૂજા માટે પૂજા સ્થાન પવિત્ર કરી લાલ કપડાંના પવિત્ર આસન પર માતા મહાલક્ષ્મીની મૂર્તિને સ્થાપિત કરવી.

-લક્ષ્મીજીને કમળનું ફૂલ અતયંત પ્રિય હોવાથી તેમનાં પૂજનમાં તેનો સમાવેશ કરવો

-માતાને મીઠાઇ અને ફળની પ્રસાદી ધરાવવી, જેમાં દાડમનો સમાવેશ અવશ્ય કરવો

-પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખી પૂજા કરવી

-માતાનાં પૂજન સમયે નીચે દર્શાવેલાં મંત્રનો જાપ કરવો

ऊं अपवित्र: पवित्रो वा सर्वावस्थां गतोपि वा।

य: स्मरेत् पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तर: शुचि:।।

-જો તે અઘરો લાગે તો ऊं महालक्ष्म्यै नम: મંત્રનો જાપ કરવો.

-ત્યાર પછી જળ-ચોખા લઇને પૂજાનો સંકલ્પ લેવો

સંકલ્પઃ- હાથમાં જળ અને ચોખા લઇ પોતાનું ગોત્ર, દાદા પિતા અને પોતાનું નામ બોલીને સંકલ્પ કરવો. અને બાદલમાં જળ અને ચોખા જમીન પર છોડી દેવાં.

ત્યાર બાદ લક્ષ્મી માતાનાં મંત્રનો 108 વખત જાપ કરવો

પ્રાર્થનાઃ- વિધિપૂર્વક શ્રીમહાલક્ષ્મીનું પૂજન કર્યા પછી હાથ જોડીને પ્રાર્થના કરવી-

સમર્પણ- પૂજાના અંતમાં कृतोनानेन पूजनेन भगवती महालक्ष्मीदेवी प्रीयताम्, न मम। આ વાક્ય બોલીને બધી જ પૂજા સામગ્રી મા લક્ષ્મીને સમર્પિત કરવી તથા જળ છોડી દેવું. ત્યાર પછી માતા લક્ષ્મીથી ઘરમાં નિવાસ કરવાની પ્રાર્થના કરવી.

સુચવેલા સમાચાર