ભૂજના હિલગાર્ડનમાં યુવાનનની હત્યા

May 01, 2017 11:34 AM IST | Updated on: May 01, 2017 11:34 AM IST

કચ્છના પાટનગર ભૂજના જાણીતા હરવા ફરવાના સ્થળ હિલગાર્ડનમાં રવિવારની સાંજે એક યુવાનની છરીના ઘા મારીની હત્યા અને પાંચ યુવાનો પર જીવલેણ હુમલાની ઘટનાએ સમગ્ર કચ્છમાં ચકચાર સર્જી દીધી છે.

ભૂજના હિલગાર્ડનમાં યુવાનનની હત્યા

ભુજના હિલ ગાર્ડન નજીક આજે સાંજે નવ-સાડા નવ વાગ્યાના અરસામાં 20થી 25 જેટલાં લોકોના ટોળાએ પાંચ મુસ્લિમ યુવકો પર હુમલો કરતાં ભારે ચકચાર મચી ગઈ હતી. હુમલા દરમિયાન સોહેબ અબ્દ્રેમાન કુંભાર નામના 18 વર્ષના એક યુવકની છરીના ઘા મારી કરપીણ હત્યા કરી દેવાઈ હતી. જયારે અન્ય પાંચ યુવાનો ઘવાયા હતા.

મૃતક સોહેબ ભુજના ભીડનાકા નજીક આવેલા સીતારા ચોકમાં રહેતો હતો.હુમલો કોણે કર્યો અને કયા મુદ્દે તે અંગે પણ કશી સ્પષ્ટ માહિતી મળતી નથી.  મોડી રાત્રે નોંધાયેલી ફરિયાદમાં અજાણ્યા આરોપીઓના ટોલા સામે ગુન્હો નોંધાયો હતો.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર