અભયારણ્યમાં હિંસક પ્રાણીઓ પાણી માટે હવે નહી પહોચે માનવવસ્તીમાં!

Mar 28, 2017 02:01 PM IST | Updated on: Mar 28, 2017 02:01 PM IST

જુનાગઢઃ ઉનાળો આગ ઓકી રહ્યો છે ત્યારે માનવીઓ સાથે પ્રાણીઓ પણ આગ ઓકતી ગરમીથી ત્રસ્ત છે. જંગલમાં વન્યપ્રાણીઓને ધ્યાનમાં રાખી ગીર અભ્યારણ્યમાં અબોલ જીવો માટે પાણીની વ્યવસ્થા કરાઇ છે.   ઉનાળો શરુ થતા પાણી ઓ પોકાર શરુ થયો છે ત્યારે ગીરનાર અભયારણ્ય માં પણ પાણી ના કુદરતી  સ્ત્રોત સુકાવા લાગતા વન્ય જીવો ને પાણી માટે મુશ્કેલી ઉભી ન થાય તે માટે વન વિભાગે અબોલ જીવો માટે પાણી  ની વ્યવસ્થા શરુ કરી છે.

vany prani1

અભયારણ્યમાં હિંસક પ્રાણીઓ પાણી માટે હવે નહી પહોચે માનવવસ્તીમાં!

જુનાગઢ નું ગીરનાર અભયારણ્ય ૧૭ હજાર હેકટર માં ફેલાયેલું છે અને અભયારણ્ય માં હિંસક પ્રાણીઓ સહીત હરણ . ચિતલ . સાબર જેવા અનેક તૃણાહારી પ્રાણીઓ પણ વસવાટ કરે છે સાથે હિંસક પ્રાણીઓ માં સિંહ અને દીપડા ની પણ મોટી વસ્તી અહી ગીરનાર અભયારણ્ય માં આવેલી છે અને આ અભયારણ્ય ઉતર અને દક્ષીણ એમ બે રેંજ માં વહેચાયયેલું છે.

ચાલુ વર્ષે જુનાગઢ ના ગીરનાર અભયારણ્ય માં ઓછો  વરસાદ થતા કુદરતી પાણી ના વહેંણ ઘટ્યા છે ત્યારે અહી વસતા હિંસક પ્રાણીઓ સાથે તૃણાહારી તેમજ પક્ષીઓને પીવાના પાણી ની મુશ્કેલી ઉભી ન થાય તે માટે વન વિભાગ દ્વારા બંને રેંજ મળી ૧૦૦ થી વધુ પાણી ની કુંડીઓ બનાવી છે અને આ કુંડીઓ ને પાણી થી ભરવા માટે પવન ચક્કી તેમજ ટાંકા નો ઉપયોગ કરી બે દિવસે તેમાં પાણી ભરવામાં આવે .છે જેથી વન્ય પ્રાણીઓ પીવાના પાણી માટે જંગલ બહાર નીકળી ન જાય તે માટે વન વિભાગે કૃત્રિમ પાણી ના સ્ત્રોત ઉભા કર્યા છે.

 

સુચવેલા સમાચાર