કચ્છઃજંગલી કુતરાનો બે સગી બહેનો પર હુમલો,એકને ફાડી ખાધી,બીજી ગંભીર

May 21, 2017 08:25 AM IST | Updated on: May 21, 2017 08:25 AM IST

કચ્છના નખત્રાણાના વાડી વિસ્તારમાં જંગલી કુતરાના ટોળાએ બે બાળાઓનો શિકાર કરીને એક બાળાને મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી છે. એક બાળાને ગંભીર હાલતમાં સારવાર તળે રખાઈ છે.નખત્રાણાના ગોડજીપર વાડી વિસ્તારમાં બુધવારે બપોરના સમયે આ બનાવ બન્યો હતો.

મળતી વિગતો મુજબ જગદીશ કેશરાણીની વાડીમાં મુળ આદીવાસી પરીવારના કિરીટભાઈ નાયકા તેમના પત્ની સાથે દાડમ ઉતારી રહયા હતા ત્યારે તેમની બે દિકરી પુજા અને સોનલ વાડીમાં રમતી હતી. આ સમયે અચાનક ચડી આવેલા જંગલી કુતરાના ટોળાએ બન્ને બહેનો પર શિકાર માટે હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર ઈજા થતાં 9 વર્ષિય સોનલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

કચ્છઃજંગલી કુતરાનો બે સગી બહેનો પર હુમલો,એકને ફાડી ખાધી,બીજી ગંભીર

જયારે તેની બહેન પુજાને ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર હાલતમાં આ બાળાને પ્રથમ નખત્રાણા ખાતે સારવાર બાદ ભૂજ સિવિલ હોસ્પિટલમાં ખસેજાઈ હતી. આ બનાવની જાણ થતાં વન વિભાગ અને પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર