ચોરીનું સાહિત્ય પરત ન કરતા વિદ્યાર્થી દ્વારા સ્કુલ સંચાલક પર કરાયો હુમલો

Mar 26, 2017 11:21 AM IST | Updated on: Mar 26, 2017 12:28 PM IST

    પરીક્ષા દરમિયાન સંચાલક પર હુમલો થતા શાળા ના સ્ટાફ માં ભય પ્રસરી ગયો હતો અને  વિદ્યાર્થીઓ નું  ભવિષ્ય ન બગડે તે માટે પરીક્ષા રાબેતા મુજબ લેવામાં આવી હતી ઈજા ગ્રસ્ત સ્કુલ સંચાલકે ધોરણ ૧૨ ના ખાનગી વિદ્યાર્થી આર.એમ મોરી વિરૃધ ફરિયાદ કરતા પોલીસે એન.સી પ્રકારનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે જ્યારે વિદ્યાર્થી ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે

   હવે જોવા જઈએ તો શિક્ષણ માં પણ અપરાધીકરણ પ્રવેશ્યું હોય તેવો કિસ્સો સામે આવ્યો છે વિદ્યાર્થી દ્વારા એક શીક્ષક પર હુમલો કરી તેને ઈજા પહોચાડી છે ઈજા ભલે સામાન્ય હોય પણ વિદ્યાર્થી દ્વારા શીક્ષક પર હુમલો તે સમાજ માટે લાલબતી સમાન છે.

 ફાઇલ તસવીર

સુચવેલા સમાચાર