વીરપુર પાસે રદ થયેલી ચલણી નોટ 5લાખની નોટ કબજે કરાઇ

Mar 05, 2017 08:03 AM IST | Updated on: Mar 05, 2017 08:03 AM IST

જેતપુરઃ જેતપુરના વીરપુર પાસે ગઇકાલે મોડી રાત્રીના સુમારે પાંચ લાખની રદ થયેલી જુની નોટો કબજે કરવામાં આવી હતી. પોલીસે શંકાના આધારે ગાડીને રોકી તપાસ કરતા સફળતા મળી હતી.

રાજકોટ તરફથી આવતી ટીયુવી મહિન્દ્રા ગોડી પોલીસને શંકાસ્પદ લાગતા રોકી તેની તલાસી લેતા તેમાં રદ થયેલી 500ના દરની નોટ 600 તેમજ 1000હજાર ના દરની નોટ નગ 200એમ કુલ મળીને રૂપિયા 5 લાખ મળી આવ્યા છે.

વીરપુર પાસે રદ થયેલી ચલણી નોટ 5લાખની નોટ કબજે કરાઇ

પોલીસે હનુભા ભાવનસિંગ ચાવડા (રહે જામ કંડોરણા),દીલુભા એભલભાઈ વાળા (રહે.ઇગોરંળા ડુગરી તા.ધારિ જી.અમરેલી),હરેશ ભાઇ ટપુભાઇ  જાદવ( રહે. મોટી ખિલોરી તા.ગોડલ)ની અટકાયત કરી વધુ પુછપરછ શરૂ કરાઇ છે. જો આ રકમ અંગે યોગ્ય જવાબ નજી મળેતો આગળ ની કાયદાકીય કાર્યવાહી કરવામાટે આઈ ટી વિભાગ જાણ કરવા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે.

સુચવેલા સમાચાર