રાજકોટમાં બે દિવસમાં સ્વાઈન ફલુથી બે મોત,લોકોમાં ફફડાટ

Mar 09, 2017 04:43 PM IST | Updated on: Mar 09, 2017 04:43 PM IST

રાજકોટઃ રાજકોટમાં ફરી એક વાર સ્વાઈન ફલુ એ દેખાદીધી છે. છેલ્લા બે દિવસમાં રાજકોટમાં સ્વાઈન ફલુથી બે મોત નિપજ્યા છે.જેને લઇ રાજકોટવાસીઓમાં ફફડાટ પ્રસરી ગયો છે. તો બીજી તરફ આરોગ્ય વિભાગ દોડતુ થઇ ગયું છે.

છેલ્લા ત્રણ દિવસથી સારવાર લઈ રહેલા બેડી ગામના રહેવાસીનુ સ્વાઇન ફલૂને કારણે મોત નિપજ્યુ હતુ. તો પરમ દિવસે રાત્રે રાજકોટની જ સિવિલ હોસ્પિટલમા સારવાર લઇ રહેલ 56 વર્ષિય મહિલાનું સ્વાઇન ફલૂ ના કારણે મોત નીપજ્યું હતુ. આમ બે દિવસમાં બે મોત નિપજ્યા છે.

રાજકોટમાં બે દિવસમાં સ્વાઈન ફલુથી બે મોત,લોકોમાં ફફડાટ

તો સિવિલ સર્જન મનિષ મહેતાએ ન્યુઝ18 ઈટીવી સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે જિલ્લામાં કુલ પાંચ કેસ સ્વાઈન ફલુના નોંધાયા છે. તો હાલ બે દર્દીઓ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાંથી એક પોઝીટીવ સ્વાઈન ફલુના દર્દી છે જ્યારે એક શંકાસ્પદ છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર