પોરબંદરમાં ગાય પર અસામાજિક તત્વોનો એસિડ એટેક,ગૌરક્ષોમાં રોષ

May 07, 2017 10:43 AM IST | Updated on: May 07, 2017 10:43 AM IST

પોરબંદરના બોખીરા-કે.કે નગર વિસ્તારમાં ગાય-વાછરડા પર એસીડ ફેકાંતુ હોવાની ઘટના સામે આવી છે.આ ઘટનાને પગલે ગૌરક્ષકોમાં રોષ પ્રસરી જવા પામ્યો છે. પોરબંદરના કે.કે નગર વિસ્તારમાં ગૌ પ્રેમી યુવાનો દ્વારા છેલ્લા ઘણા સમયથી નિરાધાર ગાય-આખલાઓને ઘાસચારો નાખવામાં આવે છે.ત્યારે આ ગૌ પ્રેમીઓ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે,છેલ્લા એક માસથી કોઈ અજાણ્યા શખ્સો દ્વારા 10થી વધુ ગાય-વાછરડાઓ પર એસીડ છાંટવાની ઘટનાઓ બની રહી હોવાથી તેઓ ચિંતીત છે. જેથી આવા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી આ લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.આ વિસ્તારમાં કોઈ અસામાજીક તત્વો દ્વારા ઘણા સમયથી મુંગા પશુઓ ઉપર ત્રાસ કરવામાં આવી રહ્યો છે.

 

પોરબંદરમાં ગાય પર અસામાજિક તત્વોનો એસિડ એટેક,ગૌરક્ષોમાં રોષ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર