ભાવનગરઃપૂર્વ મેયરની પુત્રીએ 7મા માળેથી પડતુ મુક્યુ,મોત

Apr 09, 2017 02:50 PM IST | Updated on: Apr 09, 2017 02:50 PM IST

ભાવનગરઃભાવનગરના પૂર્વ મેયર અને હાલમાં કોંગ્રેસના નગરસેવિકા પારુલબેનની દીકરી ફોરમબેન કિરીટભાઇ ત્રિવેદીએ  ઘર પાસે આવેલા મેડીકલ કોલેજના 7 માળના બિલ્ડીંગ પરથી પડતું મુક્યું હતું.ભાવનગર મહાનગરપાલિકાના સ્વીમિંગ પૂલ ખાતે કોચ તરીકે ફરજ બજાવતા હતા.

24 વર્ષીય ફોરમના આ પગલા પાછળ હજુ સુધી કારણ અકબંધ છે બનાવ બનતાની સાથે યુવતીને સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તો ભાજપ અને કોંગ્રેસના દરેક નેતા કાર્યકર્તા હોસ્પિટલ દોડી ગયા હતા.યુવતીના પિતા બીમાર હોઈ અને નગરસેવિકા પારૂલબેન શોક મગ્ન બની ગયા હતા. સમગ્ર વાતાવરણ શોક મગ્ન બનતા રાજકીય ક્ષેત્રે બનાવ વાયુ વેગે વહેતો થયો હતો.

ભાવનગરઃપૂર્વ મેયરની પુત્રીએ 7મા માળેથી પડતુ મુક્યુ,મોત

સુચવેલા સમાચાર