ભારત-પાકિસ્તાનની સરહદ ઘોડાની હણહણાટીથી ગુંજી ઉઠી

Jan 11, 2017 02:15 PM IST | Updated on: Jan 11, 2017 02:15 PM IST

પાલનપુરઃઆજે  બનાસકાંઠા ની સરહદે અશ્વ દોડ ને પગલે ઘોડાની હણહણાટી થી ગુંજી ઉઠી હતી. ભારત પાકિસ્તાનની સરહદ એવા નડાબેટમાં પહેલી વાર રાજ્ય કક્ષા અશ્વ દોડ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં અશ્વ દોડની સાથે ઊંટદોડ,શ્વાન ના કરતબ સહીત વિવિધ કરતબો દર્શાવાયા હતા.

આ પ્રસંગે કચ્છ બોર્ડર રેન્જ આઈજી એ.કે.જાડેજાના હસ્તે અશ્વ દોડ ની શરૂઆત થવા પામી હતી. જેમાં અંદાજિત 500 થી વધુ અશ્વ દોડવીરો એ સ્થાનિક કક્ષાએ ખાસ આકર્ષણ જમાવ્યું હતું. તેમજ આ પ્રસન્ગે ખાસ કરી ઉત્તર ગુજરાત થી મોટાભાગ ના અશ્વદોડવીરો ખાસ હાજર રહ્યા હતા.જો કે આ સમગ્ર દોડ હાલ માં ભુલાતી જતી અશ્વદોડ સહીત ની સંસ્કૃતિ ને ટકાવી રાખવાનો પ્રયાસ કરાયો છે.

ભારત-પાકિસ્તાનની સરહદ ઘોડાની હણહણાટીથી ગુંજી ઉઠી

સુચવેલા સમાચાર