રાજકોટઃવસંત માલવિયાના બોગસ વીલ કેસમાં નવો વળાંક, જેલમાં બેઠા બેઠા બધુ થયું

Jan 24, 2017 08:49 PM IST | Updated on: Jan 24, 2017 08:49 PM IST

રાજકોટઃરાજકોટના વસંત માલવિયાના બોગસ વીલ કેસમાં નવો વળાંક આવ્યો છે.આ કેશના મુખ્ય સુત્રધાર મનોજ અને વિશાલ શાહે જેલમાં બેઠા બેઠા ત્રણ ટ્રસ્ટીઓની નિમણુંક કરી હતી. આખરે કઈ રીતે જેલ ની ચાર દીવાલોમાંથી નિમણુક થઇ તે સવાલ છે.

રાજકોટઃવસંત માલવિયાના બોગસ વીલ કેસમાં નવો વળાંક, જેલમાં બેઠા બેઠા બધુ થયું

રાજકોટ માંબહુચર્ચિત  વસંત માલવિયા બોગસ વિલ ના મામલામાં  મુખ્ય સુત્રધાર મનોજ અને વિશાલ શાહ  ભલે જેલમાં હોઈ પણ આ બનેએ ૬૦૦ કરોડ થી વધુ સંપતીવાળા ટ્રસ્ટમાં રાજકોટ શહેર ભાજપ ના મહામંત્રી જીતું કોઠારી સહીત અન્ય ત્રણ ને ટ્રસ્ટીતરીકે આરસીસીબેંકના પુરશોતમ પીપળીયા ને ટ્રસ્ટ ના સીઈઓ તરીકે નિયુક્તિ કર્યાનું ખુલતા અનેક પ્રશ્નો સર્જાયા છે.

બોગસ વીલમામલે મનોજ અને વિશાલ શાહ સામે બે દિવસ પૂર્વે તો પોલીસે ૫૦૦ પાનાં નું ચાર્જ સીટ રજુ કર્યું છે. ત્યારે જેલમાં ટ્રસ્ટીઓનો નિયુક્તિનો પાડેલો ખેલ પણ વિવાદમાં સપડાયો છે. આ મામલે ચેરીટી કમિશ્નરમાં ફરિયાદ કરી આ જેલમાંથી થયો ખેલ શંકાસ્પદ છે. બોગસ વીલની જેમ આ પ્રકરણમાં કરોડોની સંપતીવાળા ટ્રસ્ટમાં મિલકતોના  હડપનો આક્ષેપ પણ વહેતો થયો છે.

રાજકોટ ના ખ્યાતી પ્રાપ્ત શિક્ષણ શાસ્ત્રી વસંત માલવિયા ની કરોડો ની મિલકત હડપ કરવાનો મામલે બોગસ વિલ પછી હવે આ ટ્રસ્ટમાં જેલમાંથી નવા ટ્રસ્ટીઓનો નિયુક્તિનો ખેલ પણ ઘણોસૂચક બની રહ્યો છે ત્યારેહવે ચેરીટી કમિશ્નર ની તપાસ સાથે મીટમંડાઈ રહી છે.

ફાઇલ તસવીર

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર