ગેલ-વિરાટની તોફાની બેટિંગથી ગુજરાત લાયન્સની હાર,બેગલોરની જીત

Apr 19, 2017 02:41 PM IST | Updated on: Apr 19, 2017 02:41 PM IST

આઇપીએલ-10ના 20મા મુકાબલામાં ક્રિસગેલ(77 ) અને વિરાટ કોહલી(64)રનની તોફાની બેટિંગને કારણે આરસીબીએ જીતના ટ્રેક પર વાપસી કરી છે. તેણે ગુજરાત લાયન્સને 21 રને હરાવી હતી. મુકાબલામાં રોયલ ચેલેજર્સ બેગલુરુએ 213 રનોનો પહાડ જેવો સ્કોર ઉભો કર્યો હતો. જવાબમાં ગુજરાત લાયન્સની ટીમ 7 વિકેટ પર 192 રનમાં સમેટાઇ ગઇ હતી.

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને ગુજરાત લાઈન્સની ટીમ વચ્ચે મુકાબલો યોજાયો હતો. જેમાં બેંગલોરની ટીમે પ્રથમ બેટીંગ કરતા માત્ર બે વિકેટ ગુમાવી 213 રન ફટકાર્યા હતા. તો ઓપનીંગ બેસ્ટમેન તરીકે કપ્તાન વિરાટ કોહલી તેમજ ક્રિસ ગેઈલ ઉતર્યા હતા. ક્રિસ ગેલ દ્વારા 38 દળામાં 77 રન બનાવવામાં આવ્યા હતા.

ગેલ-વિરાટની તોફાની બેટિંગથી ગુજરાત લાયન્સની હાર,બેગલોરની જીત

જેમાં 7 સિક્સર અને પાંચ ચોકા પણ સામેલ હતા. જ્યારે વિરાટ કોહલીએ 50 દળામાં 64 રન બનાવ્યા હતા. જેમાં સાત ચોકા અને એક સિકસર મારી હતી. ત્યારે બેંગલોરની ટીમ બાદ ગુજરાતની ટીમ દાવમાં ઉતરી હતી જેણે સાત વિકેટ ગુમાવી 192 રન નોંધાવ્યા હતા. જો કે ગુજરાતની ટીમમાંથી સૌથી વધુ રન બ્રેન્ડન મેકલ્લુમ દ્વારા ફટકારવામાં આવ્યા હતા.

ફોટોઃબીસીસીઆઇ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર