સાયલાઃહોસ્પિટલની દિવાલ કૂદી લૂંટનો આરોપી ભાગી ગયો,જાપ્તા પોલીસ ઊંઘતી રહી!

Jan 11, 2017 05:47 PM IST | Updated on: Jan 11, 2017 05:47 PM IST

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના જેલતંત્ર પર ફરી સવાલો ઉભા થયા છે. આજે લૂંટ કેસનો આરોપી જેલ જાપ્તામાંથી નાસી છુટ્યો છે. આરોપીને ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો ત્યારે હોસ્પીટલની પાછળની દીવાલ કૂદી આરોપી ભાગી છુટ્યો હતો. નોધનીય છે કે ગઇકાલે જ રાજકોટના આઇજી દ્વારા જેલની મુલાકાત લેવાઇ હતી.

સુરેન્દ્રનગર સાયલ તાલુકાના નોલીના એક ખેડૂતના ઘરે પોલીસ સ્વાંગ ધરી  કેટલાક શખ્સોએ  40 લાખની  લૂંટ કરી નાશી ગયા હતા. સાયલ પોલીસે  ખેડૂતની ફરિયાદને આધારે પકડાયેલો લૂંટ કેસનો  આરોપી સુરેન્દ્રનગરની સબજેલમાં મોકલ્યો હતો.

સાયલાઃહોસ્પિટલની દિવાલ કૂદી લૂંટનો આરોપી ભાગી ગયો,જાપ્તા પોલીસ ઊંઘતી રહી!

સારવાર અર્થે ગાંધી હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે આવેલો આરોપી  સુરેશ પાંચા  પોલીસની નજર ચૂકવીને પાછલી બાજુથી નાશી જતા  ચકચાર ફેલાઈ હતી. પોલીસ સમગ્ર જિલ્લમાં નાકા બંધી કરી છે.હોસ્પિટલની પાછળની દીવાલ કૂદી આરોપી નાશી જતા  જાપ્તામાં આવેલી પોલીસના હોસ ઉડી ગયા છે.

સુરેન્દ્રનગરની જેલ  કેદીઓ માટે  સ્વર્ગ જેવી હોવાનું અને જેલમાંથી  અવાર નવાર મોબાઈલ જેવી પ્રતિબંધિત વસતુઓ મલાવનાના બનાવો અવાર નવાર સામે આવે છે. જયારે કાલે જેલ પોલીસ મહા નિદેશક  રાજકોટ ના આઇજી બિસ્ત જેલની મુલાકાતે આવ્યા હતા.  ત્યારે  આજે સવારે કેદી ભાગી જવાન બનાવે પોલીસ ની કામગીરી પાર સવાલ ઉભા થયા છે.

 

સુચવેલા સમાચાર