સાવરકુંડલા પ્રેમપ્રકરણમાં અથડામણઃસ્કુલ-બજારો સજ્જડ બંધ,લોખંડી સુરક્ષા

Mar 31, 2017 12:31 PM IST | Updated on: Mar 31, 2017 12:31 PM IST

અમરેલીના સાવરકુંડલામા ગઇકાલે બે સમુદાય વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ પરિસ્થિતી પર નિયંત્રણ કરવા આજે સમગ્ર વિસ્તારમાં SRPની ટીમ મોકલી દેવાઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. હાલ સ્થિતિ કાબૂમાં છે અને અજંપાભરી સ્થાંતી છે. આ ઘટનાના પગલે આજે સાવરકુંડલાની શૈક્ષણિક સંસ્થાઓએ રજા જાહેર કરી છે. તો શહેરમાં હજુ પણ કેટલીક બજારો બંધ જોવા મળી રહી છે.

અમરેલીના સાવરકુંડલામાં બે અલગ અલગ કોમના યુવક યુવતીની પ્રેમ કહાનીના કારણે ગુરુવારે ભારે બબાલ થઇ હતી. જેમાં બે જૂથ સામસામે આવી જતા આગજનીના બનાવ પણ બનતા સમગ્ર શહેરમાં તંગદિલીનો માહોલ હતો. પરંતુ પોલીસ દ્વારા સમગ્ર પરિસ્થિતિને કંટ્રોલ કરી લેવામાં આવી હતી. બંને કોમના લોકો દ્વારા શહેરીજનોને શાંતિ રાખવા અપીલ પણ કરવામાં આવી છે.

સાવરકુંડલા પ્રેમપ્રકરણમાં અથડામણઃસ્કુલ-બજારો સજ્જડ બંધ,લોખંડી સુરક્ષા

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર