સૌરાષ્ટ્ર યુનિ.ના ૬૩હજાર દીક્ષાર્થીઓને પદવી એનાયત

Jan 08, 2017 09:34 AM IST | Updated on: Jan 08, 2017 09:34 AM IST

રાજકોટઃસૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં રંગમંચ ખાતે આજે ૫૧ મો પદવીદાન સમારંભ યોજાયો હતો. પદવીદાન સમારંભમાં રાજ્યપાલ ઓપી કોહલી, યુનિવર્સીટીના ગ્રાન્ટ્સ કમિશનના ચેરમેન પ્રોફેસર વેદપ્રકાશ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પદવીદાન સમારંભમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ૧૪ વિદ્યાશાખાના ૬૩૦૦૮ દીક્ષાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.

સાથેજ ૧૩ વિદ્યાશાખાના ૪૫ વિદ્યાર્થીઓને ૬૫ ગોલ્ડ મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત યુનિવર્સીટીના સુવર્ણ જયંતી વર્ષની ઉજવણી નિમિતે વિવિધ દીક્ષાંત પ્રવચનોનું પુસ્તકના સ્વરૂપમાં રાજ્યપાલના હસ્તે પ્રકાશન કરવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્ર યુનિ.ના ૬૩હજાર દીક્ષાર્થીઓને પદવી એનાયત

સુચવેલા સમાચાર