રવિન્દ્ર જાડેજાની ઓડી સાથે યુવતીની ટક્કર, હાથે પગે ઇજા

Jan 28, 2017 03:05 PM IST | Updated on: Jan 28, 2017 04:24 PM IST

જાનગર #ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની ઓડી કાર સાથે સ્કુટર સવાર યુવતીની ટક્કર થતાં યુવતીને હાથે પગે ઇજા થવા પામી છે. યુવતીને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ અકસ્માત આજે થયો હતો.

આ અકસ્માત સર્જાયો ત્યારે કાર રવિન્દ્ર જાડેજા ચલાવી રહ્યો હતો. જામનગરના જોગસપાર્ક વિસ્તારમાંથી જાડેજા પત્નિ રિવાબા સાથે કાર લઇ જઇ રહ્યો હતો કે એવામાં મોપેડ સ્કુટર સવાર એક યુવતી એકાએક સામે આવી ગઇ હતી અને અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ આ યુવતીનું નામ પ્રીતિ  શર્મા છે અને તે કોલેજની વિદ્યાર્થીની છે. અકસ્માતમાં એને હાથે પગે ઇજા થતાં 108 મારફતે સારવાર માટે લઇ જવાઇ હતી. સુત્રોના જણાવ્યા અનુસાર યુવતીની હાલત સ્થિર છે પરંતુ અકસ્માતને પગલે તે ગભરાઇ ગઇ છે.

સસરાએ કાર ભેટ આપી હતી

રવિન્દ્ર જાડેજાને એક કરોડ રૂપિયાની ક્યૂ-745 ઓડી કાર સસરાએ ભેટ આપી હતી. લગ્ન પહેલા સસરા હરદેવસિંહે આ ભેટ કરી હતી. આટલી મોંઘી લક્ઝરી કાર ભેટમાં મળ્યા બાદ જાડેજાએ મજાકીયા સ્વરમાં કહ્યું હતું કે, આવા સસરા સૌને મળવા જોઇએ. હું આ કારથી ઘણો ખુશ છું. અત્યાર સુધી હુ એ ફોર મોડલની ઓડી ચલાવતો હતો અને એનાથી ઉંચા મોડલની કાર ખરીદવાનું વિચારતો હતો ત્યારે સારૂ થયું કે મને આ કાર ભેટમાં મળી.

ravindra-jadeja-accident02

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર