કાર ક્રિકેટર રવીન્દ્ર ચલાવતો હતો?,ઇજાગ્રસ્ત પ્રીતિના પરિવારની ચૂપકીદી

Jan 28, 2017 05:23 PM IST | Updated on: Jan 28, 2017 06:02 PM IST

જામનગરઃક્રિકેટર રવીન્દ્ર જાડેજાની કારે કોલેજીયન યુવતી પ્રિતિને ટક્કર મારતા તેને હોસ્પિટલ ખસેડાઇ છે. ત્યારે જાડેજાની કાર કોણ ચલાવતુ હતુ રવીન્દ્ર જાડેજા પોતે ચલાવતો હતો? આ અંગે જ્યારે પ્રીતીના પરિવારને સવાલો કરાયા તો તેમણે કંઇપણ કહેવાને બદલે મૌન સેવ્યું હતું.

જામનગરના આજે જોગર્સ પાર્ક પાસે ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાની કારએ એક વિધાર્થીનીના મોપેડને ટક્કર  મારી હતી. જેથી કોલેજમાં અભ્યાસ કરતી  વિધાર્થીની પ્રીતિ શર્મા  ઇજાગ્રસ્ત થઈ હતી. 108 ઈમરજન્સી  એમ્બ્યુલન્સ  દ્રાર  હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.જો કે અકસ્માત  બાદ ઇજાગ્રસ્ત પ્રીતિને ડોકટરોએ સારવાર શરૂ કરી હતી.પ્રીતિને  હાથ -પગમાં ઇજાઓ થઈ હતી.

કાર ક્રિકેટર રવીન્દ્ર ચલાવતો હતો?,ઇજાગ્રસ્ત પ્રીતિના પરિવારની ચૂપકીદી

ઇજાગ્રસ્ત પ્રીતિએ ડોકટરને માહિતી આપતા જણાવ્યુ હતું કે પોતે કોલેજથી જઇ રહી હતી ત્યારે જોગર્સ પાર્ક રોડ ઉપર રવીન્દ્ર જાડેજાની કારએ ટક્કર મારી હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર