ખેડૂતે કફોડી સ્થિતી બનતા આપઘાત કર્યો, પુત્ર આઘાતમાં બેભાન

Aug 06, 2015 05:33 PM IST | Updated on: Apr 13, 2016 04:57 PM IST

રાજકોટઃરાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકાના છોડવાવદર ગામે આજે એક વૃદ્ધ ખેડૂતે પાક વિમો ન મળતા પોતાની વાડીમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. એક તરફ કપાસનો વિમો મળ્યો ન હતો તો બીજી તરફ ચાલુ વર્ષે કપાસનો પાક નિષ્ફળ જતા ખેડૂત ભોજાભાઇ માડણભાઇ કાનગડએ આપઘાત કર્યો છે.તેમના પુત્ર દેવદાનભાઇએ પાક નિષ્ફળ જતા આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું.

kedut

ખેડૂતે કફોડી સ્થિતી બનતા આપઘાત કર્યો, પુત્ર આઘાતમાં બેભાન

ગત વર્ષનો પાક વીમો ન મળતા ખેડૂતની સ્થિતિ કપરી હતી. ત્યારે ચાલુ વર્ષે પણ  હાલત વધુ કફોડી બની હતી. બે સંતાનના પિતાના આપઘાતથી સમગ્ર ગામમાં ચકચાર મચી છે. એક પુત્રને પિતાના મોતનો આઘાત લાગતા બે ભાન થઇ ગયો હતો. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર