રાજકોટઃવોર્ડ ઓફિસમાં દારૂની મહેફિલ,મનપાના ઇન્સપેક્ટર ઝડપાયા,4 ભાગ્યા

Feb 20, 2017 03:05 PM IST | Updated on: Feb 20, 2017 03:43 PM IST

રાજકોટઃ રાજકોટના વોર્ડ નંબરમાં આવેલ ગીત ગુર્જરી સોસાયટીની વોર્ડ ઓફિસમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ છે. આ દારૂની મહેફિલ ખુદ વોર્ડ નંબર 2ના કોર્પોરેટર જયમિન ઠાકર દ્વારા પકડી પાડવામાં આવેલ છે. ગીત ગુર્જરી સોસાટીમાં રહેતા એક સ્થાનિકે તેમના કોર્પોરેટર જયમિન ઠાકરને દારૂની મહેફિલ અંગે જાણ કરી હતી.

જાણ કરતાની થોડી વાર બાદ ખુદ કોર્પોરેટર જયમિન ઠાકરે વોર્ડ ઓફિસની મુલાકાત લિધી હતી. મુલાકાત લેતા જ મહેફિલનો પર્દાફાશ થયો હતો. કોર્પોરેટરે હાકલ કરતા પાંચ પૈકી ચાર શખ્સો નાસી છુટ્યા હતા. જ્યારે રાજકોટ મહાપાલિકાના ઈન્સપેકટર રાજેશભાઈ પકડાઈ ગયા હતા. ત્યાર બાદ કોર્પોરેટરે વિજીલેન્સ શાખાને જાણ કરતા તેને રાજેશ ભાઈનો કબ્જો લઈ ગાંધીગ્રામ પોલિસ મથકને સોંપ્યા. તો હાલ આ ગુનાના કામે પાંચ શખ્સો વિરૂધ્ધ મહેફિલ માણવાનો તેમજ દારૂ પીવાનો ગુનો દાખલ કરવાની તજવિજ શરૂ છે.

રાજકોટઃવોર્ડ ઓફિસમાં દારૂની મહેફિલ,મનપાના ઇન્સપેક્ટર ઝડપાયા,4 ભાગ્યા

સુચવેલા સમાચાર