રાજકોટઃવ્યાજખોરોએ આતંક મચાવી પોણા કલાક સુધી કર્યુ ફાયરિંગ,1ની ધરપકડ

Apr 05, 2017 03:46 PM IST | Updated on: Apr 05, 2017 03:46 PM IST

રાજકોટમાં વ્યાજખોરના આતંક વધ્યો છે. ઘરની ફરતે 12 રાઉન્ડ ફાયરિંગ કરનાર તમામ શખ્સો સીસીટીવીમાં કેદ થયા છે.સતત પોણા કલાક સુધી ફાયરિંગ ચાલુ રહ્યું છે.ભક્તિનગર પોલીસે એક શખ્સને સકંજામાં લીધો છે. રાજકોટ ના સહકાર મૈન રોડ પર રેહતા રાજેશ સતાણી નામના કારખાનેદારના ઘર પર ફાયરીંગ તેમજ અપહરણ અને ત્યાર બાદ વ્યાજખોરો દ્વારા માર મારવાની ફરિયાદ ભક્તિ નગર પોલીસ મથક માં થઇ છે અને પોલીસ દ્વારા ૬ વ્યક્તિ સામે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે.

રાજકોટઃવ્યાજખોરોએ આતંક મચાવી પોણા કલાક સુધી કર્યુ ફાયરિંગ,1ની ધરપકડ

રાજકોટ શહેરમાં દિવસે અને દિવસે વ્યાજખોરોના કિસ્સાઓ સામે આવે છે ત્યારે વધુ એક કિસ્સામાં આરોપીના મહેશ સિયાણી દ્વારા થોડા સમય પહેલા ૨ લાખ રૂપિયા ત્રણ ટકા પર આપેલા હોય અને ચક્ર્વૃધી વ્યાજ સાથે ૨ લાખ ૬૮ હજાર ની ઉઘરાણીમાં ૬૦ હજાર લેવાના બાકી હતા. કોઇ કારણ સર આરોપી અને ફરિયાદી વચ્ચે બબાલ થતા આરોપી દ્વારા ફરિયાદી રાજેશ સતાણીના ઘર પર ફાયરીંગ કર્યા બાદ તેનું અપહરણ કરી અને ઢોર માર માર્યા ની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર