રાજકોટઃહડતાળના બીજા દિવસે સ્ટર્લીંગના નર્સિંગ સ્ટાફ-પોલીસ વચ્ચે ઝપાઝપી

Feb 04, 2017 04:25 PM IST | Updated on: Feb 04, 2017 04:25 PM IST

રાજકોટઃરાજકોટની સ્ટર્લીંગ હોસ્પીટલનો નર્સિંગ સ્ટાફ પોતાની પગાર વધારની માંગ સાથે હડતાળ પર ઉતર્યો છે. નર્સિંગ સ્ટાફના ૧૫૦ થી વધુ કર્મચારીઓ પગાર વધારા અને અન્ય માંગોને લઈને હડતાલ પર છે જેનો આજે બીજો દિવસ છે.આજે બીજા દિવસે હોસ્પિટલ તંત્ર દ્વારા હોસ્પીટલની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

જેથી હડતાલ પર ઉતરેલો નર્સિંગ સ્ટાફ પણ રોષે ભરાયો હતો. પોલીસ અને નર્સિંગ સ્ટાફ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા. પોલીસ સાથે નર્સિંગ સ્ટાફના ઘર્ષણ બાદ પોલીસે ત્રણ લોકોની અટકાયત કરતા મામલો વધુ ઉગ્ર બન્યો હતી અને હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ પોલીસ કમિશનરની કચેરી ખાતે પહોચી કમિશ્નર પાસે રજુવાત કરી હતી. પોતાની માંગને લઈને હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી કોઈ યોગ્ય જવાબ નહિ મળતા નર્સિંગ સ્ટાફ દ્વારા પોતાની હડતાળ યથાવત રાખવામાં આવી છે.

રાજકોટઃહડતાળના બીજા દિવસે સ્ટર્લીંગના નર્સિંગ સ્ટાફ-પોલીસ વચ્ચે ઝપાઝપી

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર