સાથે ન રહી શકતા પત્નીએ ઘર છોડ્યુ, ગાર્ડે સ્યુસાઇડ નોટ લખી કર્યો આપઘાત

May 22, 2017 01:34 PM IST | Updated on: May 22, 2017 01:34 PM IST

રાજકોટ આરટીઓ કચેરી ખાતે સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા યુવાને કચેરીમાંજ આત્મહત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. મૃતક ગાર્ડ પાસેથી ચાર પાનાની સુસાઇડ નોટ પણ મળી આવી હતી.જેમાં પત્નીને સંબોધીને લખાણ લખવામાં આવ્યું હતું અને અંતમાં "જય હિન્દ અને આઈ લવ માઈ ફેમીલી"નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

મૃતક ઈશ્વરભાઈની પત્ની છેલ્લા થોડા મહિનાથી રીસામણે હોવાથી ઈશ્વરભાઈએ આ પગલું ભર્યું હોવાનું લખાણ લખવામાં આવ્યું છે. મૃતક ઈશ્વરભાઈ મૂળ સુરેન્દ્રનગરના જાંબુ ગામનો રહેવાસીં છે અને રાજકોટ આરટીઓ કચેરીમાં નોકરી કરે છે. તેની પત્ની પણ રાજકોટ રહેવા આવવા જીદ કરતી હતી. પરંતુ મૃતક ગાર્ડના ટૂંકા પગારને કારણે ઈશ્વરભાઈ તેની પત્નીને રાજકોટ લઇ આવતા ના હતા. જેને લઈને થોડા મહિનાથી ઈશ્વરભાઈની પત્ની તેના માતા પિતાના ઘરે ચાલી ગઈ હતી. જે ઈશ્વરભાઈને લાગી આવતા તેને આત્મહત્યા કાર્યનું પ્રાથમિક ત્રણ બહાર આવ્યું છે.

સાથે ન રહી શકતા પત્નીએ ઘર છોડ્યુ, ગાર્ડે સ્યુસાઇડ નોટ લખી કર્યો આપઘાત

પત્નીને પણ પોતે ખુબ પ્રેમ કરે છે તેવું સુસાઇડ નોટમાં લખવામાં આવ્યું છે તો અંતમાં જાય હિદ અને આઈ લવ માઈ ફેમેલી જેવા વાક્યો પણ લખવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર