રાજકોટમાં 65 પાન પાર્લર પર દરોડામાં, મળ્યુ વાસી કોલ્ડ ડ્રિક્સ,ગુલકંદ

Apr 11, 2017 04:44 PM IST | Updated on: Apr 11, 2017 04:44 PM IST

રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા આજે પાન મસાલાની ૬૫  જેટલી દુકાનો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મોટા પ્રમાણમાં વાસી કોલ્ડ ડ્રીન્કસ, વાસી માવો તુટીફૂટી , ગુલકંદ, વાસી પફ, વાસી ખારી વગેરે મુદ્દામાલનો નાસ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૩૫ દુકાનો નોટીસ પાઠવવામાં આવી છે.

રાજકોટમાં 65 પાન પાર્લર પર દરોડામાં, મળ્યુ વાસી કોલ્ડ ડ્રિક્સ,ગુલકંદ

રાજકોટમાં છેલા બે દિવસથી આરોગ્ય વિભાગ દ્વારા પાન મસાલાની દુકાનો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ગઈકાલે રાજકોટમાં પ્રખ્યાત ફાયર પાન પર આરોગ્ય વિભાગ ના ધામા હતા તો આજે પણ પાન મસાલાની દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા યથાવત રહ્યા હતા. અંદાજે ૬૫  જેટલી દુકાનોમાં આજે પણ આરોગ્ય વિભાગ દ્વારા દરોડા યથાવત રહ્યા હતા. તો ૩૫ જેટલી દુકાનો ને નોટીસ પણ પાઠવામાં આવી હતી.

ઉનાળા ની સરુઆત થતા જ રોગચાળો ફેલાવાની સંભાવના વધતી જાય છે તેમજ ઠંડા પીણાનો વપરાસ પણ વધતો જાય છે ત્યારે ઠંડા પીણામાં વાસી દ્રવ્યો નો ઉપયોગ થાય તેવું પણ બની સકે છે. જે લોકો ના સ્વાસ્થ્ય માટે હાની કારક છે ત્યારે મનપા  આરોગ્ય વિભાગ આવા હાનીકારક દ્રવ્યો ના ઉપયોગ કરનારા સામે પગલા લેવા હરકતમાં આવ્યું છે. પહેલા તેલ ત્યાર બાદ લાઇવ કેળા વેફર અને હવે પાન મસાલા એમ એક પછી એક આરોગ્ય વિભાગ દ્વારા દરોડા નો એક દોર શરુ કરવામાં આવ્યો છે.

સુચવેલા સમાચાર