રાજકોટઃમહિલાને પડોશી રિક્ષા ચાલક ગોડાઉનમાં લઇ જઇ કર્યો રેપ

Feb 07, 2017 03:03 PM IST | Updated on: Feb 07, 2017 03:03 PM IST

રાજકોટઃરાજકોટના રૂખડિયાપરામાં રહેતા ૪૨ વર્ષીય મહિલા પર તેના પાડોશી રીક્ષા ચાલક દ્વારા દુષ્કર્મ આચર્યાની એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતુ કે તેના જ પડોશમાં રહેતો અને રીક્ષા ચલાવતો રણજીત નામનો વ્યક્તિએ તેના પર દુષ્કર્મ આચર્યું છે.

મહિલા શહેરની જનાના હોસ્પીટલમાં નોકરી કરે છે. જેથી ઘરથી હોસ્પિટલ અને ફરી હોસ્પિટલથી ઘરે રંજીતની રીક્ષામાં રોજ જતી હતી. ગત તારીખ ૨૧જાન્યુઆરીના રણજીતે હોસ્પિટલથી ઘરે જવાને બદલે કોઠી કમ્પાઉન્ડમાં આવેલા ગોડાઉનમાં મહિલાને લઇ જઈ તેના પર દુષ્કર્મ કર્યું અને બાદમાં કોઈને કહેશેતો બદનામ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી.

રાજકોટઃમહિલાને પડોશી રિક્ષા ચાલક ગોડાઉનમાં લઇ જઇ કર્યો રેપ

ઉલ્લેખનીય છેકે રિક્ષાચાલક રણજીત અને ભોગ બનનારા મહિલા બંને પરણિત છે. હાલતો મહિલાએ એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ પણ ફરિયાદને આધારે આરોપી રિક્ષાચાલક સુધી પહોચવા ચક્રો ગતિમાન કર્યા છે.

ફાઇલ તસવીર

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર