રાજકોટઃ૨૩ ડેરી ફાર્મમાં આરોગ્યના દરોડા, હાથ લાગી અખાદ્ય મીઠાઇ

Mar 27, 2017 07:47 PM IST | Updated on: Mar 27, 2017 07:47 PM IST

રાજકોટઃઉનાળાની ઋતુ શરુ થઇ છે અને લગ્નની ઓફ સીઝન હોવાથી રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ડેરી ફાર્મમાં તપાસ હાથ ધરી હતી. આરોગ્ય વિભાગ દ્વારા શહેરની ૨૩ ડેરીમાં તપાસ હાથ ધરી હતી. ડેરીઓ માંથી મોટી સંખ્યામાં અખાદ્ય મીઠાઈ મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો અને દૂધ, ઘી સહિતની વસ્તુઓના નમુના લઇ ૮ દુકાનધારકોને નોટીસ આપવામાં આવી હતી.

રાજકોટના આરોગ્ય વિભાગ દ્વારા આજે શહેરના અલગ અલગ ડેરીફાર્મમાં તપાસ હાથ ધરાઈ હતી. આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ૨૩ ડેરીમાં તપાસ હાથ ધરાઈ હતી. આરોગ્ય વિભાગની તપાસમાં ડેરીના લાઇસન્સ, પ્રોડક્શન યુનિટ અને કોલ્ડસ્ટોરેજની તપાસ કરવામાં આવી હતી અને દૂધ તથા ધી અને મીઠાઈના નમુના લઇ પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા હતા.

બીગ બજાર પાસે આવેલી શ્રી સમૃદ્ધ ડેરીમાંથી ૨૫૦ કિલો અખાદ્ય મીઠાઈ મળી આવતા તેનો નાશ કરાયો હતો. જેમાં થાબડી, કાજુકતરી, લડવા, બરફી, પેંડા, જાંબુની ચાસણીનો નાશ કરવામાં આવ્યો હતો અને નોટીસ આપવામાં આવી હતી. ઉપરાંત અન્ય ડેરીઓ માંથી દૂધ, ઘી, મિક્સ દૂધ, ભેસ નું દૂધ, શુદ્ધ ઘી, પનીરના નમુના લેવામાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર