રાજકોટઃકોલેજીયન યુવતિએ વૃદ્ધાને ઘરમાં ઘુસી છરી મારી, પછી કર્યુ આપઘાતનું નાટક!

Feb 02, 2017 07:03 PM IST | Updated on: Feb 02, 2017 07:03 PM IST

રાજકોટઃરાજકોટના ગીરીરાજ હોસ્પિટલ પાસે આવેલા જોલી એપાર્ટમેન્ટમાં પીજી તરીકે રહેતી યુવતીએ તેજ એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધાને લૂટના ઈરાદે માર મારવાની ઘટના સામે આવી હતી. સોનલ નામની કોલેજીયન યુવતીએ તેની જ નીચે બિજા માળે રહેતા વૃધ્ધાના ઘરમાં ઘુસી જઈ લુંટ અને હત્યાના બનાવને અંજામ આપ્યો છે.

રાજકોટના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલી ગીરીરાજ હોસ્પિટલની પાસે આવેલા જોલી એપાર્ટમેન્ટમાં જોલી પીજી તરીકે રહેતી હતી.રાત્રીના 8.30 કલાક આસપાસ જોલીએપાર્ટમેન્ટમાં 401 નંબરના ફલેટનો દરવાજો ખટખટાવવામાં આવ્યો ત્યાં રહેતા બે વૃધ્ધા પૈકી લાભુબેન ત્રીવેદી નામના વૃધ્ધાએ દરવાજો ખોલ્યો હતો. દરવાજો ખોલતાની સાથે જ સોનલ નામની યુવતીએ લાભુબેન પર પાઈપથી હુમલો કર્યો તેમજ ત્યારબાદ બંને વચ્ચે થોડી જપાજપી થતા સોનલના હાથમાં રહેલ પાઈપ પડી જતા ત્યારબાદ સોનલે લાભુબેનને છરી વડે હુમલો કર્યો હતો. આમ લાભુબેનને માથા છાતીમાં તેમજ પેટના ભાગે ઈજા પણ પહોંચી હતી. તો ત્યારબાદ મોકાનો લાભ ઉઠાવી સોનલે સોનાના ચેનની ચોરી કરી ચેન પોતાના જેકેટના ખીચ્ચામાં પણ નાખ્યો હતો.

રાજકોટઃકોલેજીયન યુવતિએ વૃદ્ધાને ઘરમાં ઘુસી છરી મારી, પછી કર્યુ આપઘાતનું નાટક!

પોલિસે વધુ પુછપરછ હાથ ધરતા સોનલે જણાવ્યુ હતુ કે તેણી રાજકોટની આત્મિય કોલેજમાં બીસીએમાં અભ્યાસ કરે છે. તો તેણીને એક બોયફ્રેન્ડ પણ છે જે થોરાળા વિસ્તારમાં રહેતો હોવાનુ પણ જણાવ્યુ હતુ. ત્યારે પોલિસે હાલ તેના બોયફ્રેન્ડ ધર્મેન્દ્રને પણ પુછપરછ માટે બોલાવ્યો છે. હાલ પોલિસને પણ શંકા છે કે આખરે સોનલે મોજમજા તેમજ પોતાના શોખ પુરા કરવા આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો છે કે પછી તેના બોયફ્રેન્ડે આ પ્રકારનુ કામ કરવા તેને મજબુર કરી હતી. હાલ પોલિસે સોનલ વિરૂધ્ધ કલમ 307 , 356 મુજબ ગુનો પણ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ દરમિયાન આસપાસના લોકો ત્યાં એકઠા થઈ જતાં તેને લોકોથી બચવા તેમજ ત્યા આવી પહોંચેલા લોકોને ડરાવા તેનેઅાપઘાતનુ નાટક રચ્યુ હતું. જો કે ત્યા ઉભેલા લોકોએ ફાઈર ફાઈટરને જાણ કરતા ફાઈર ફાઈટરે ઘટના સ્થળે પહોંચી સોનલને આપઘાત કરતા અટકાવી હતી.સોનલે પોલીસને જણાવ્યુ હતુ કે તેણીએ લાભુબેન પાસે પૈસાની માંગણી કરી હતી. તો પૈસાના બદલામાં કામ આપવાનુ પણ કહ્યુ હતુ. જો કે લાભુબેને ના પડતા તેણીએ ખાર રાખી આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો હતો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર