રાજકોટઃધોળા દિવસે મહિલાના જાહેર માર્ગ પર વાળ ખેચી મારીઃવીડિયો વાયરલ

Apr 05, 2017 08:02 PM IST | Updated on: Apr 05, 2017 08:02 PM IST

રાજકોટમાં જાહેર માર્ગ પર મહિલા ને બેફામ માર મારતો વિડિઓ વાયરલ થયો છે. શહેરના ગાયત્રી નગર મેઈન રોડની ઘટના છે જેમાં ધોળા દિવસે મહિલા ના વાળ ખેંચી મારવામાં આવી રહી છે.મહિલા રોતી રહી તેની સાથે રહેલો પુરુષ તેની ધોલાઈ કરતો રહ્યો હતો.લાફા મારી, ધૂમ્બા મારી મહિલાની ધોલાઈ કરવામાં આવી હતી.

મહિલાની ધોલાઈ કરનાર વ્યક્તિ નશા માં હોવાનું જણાતું હતું. મહિલા ની ધોલાઈ લોકો નિહાળી રહ્યા હતા છતાં કોઈ પણ વ્યક્તિ મહિલા ને બચાવવા આવ્યું ન હતું. મહિલા ની ધોલાઈ નો આ વિડિઓ વાયરલ થયો છે. એક  પછી એક થપ્પાડો એ શખ્સ મારતો રહ્યો અને મહિલા રોતી રહી, માર ખાતી રહી હતી.

સુચવેલા સમાચાર