ભચાઉના શિકરામાં પુજારી લૂંટના ઇરાદે હત્યા!

Apr 28, 2017 11:44 AM IST | Updated on: Apr 28, 2017 11:44 AM IST

કચ્છના ભચાઉના શિકરા ગામે રહેતાં એક યુવકની ગળા અને માથાના ભાગે હથિયારોના ઘા મારી ઘાતકી હત્યા કરી દેવાતાં ચકચાર મચી ગઈ છે. શિકરાના 42 વર્ષિય કિશોર છોટાલાલ જોશી શિકરા અને કડોલ રોડ પર આવેલી હિન્દુ સમાજના ફકલશાપીરની દરગાહની પૂજા કરતા હતા.પ્રાથમિક રીતે ચોરીના ઇરાદે હત્યા કરાયાનું અનુમાન લગાવાયું છે.

ગુરુવારે સવારે નિત્યક્રમ મુજબ તે દરગાહ જવા નીકળ્યા હતા. બાદમાં દરગાહમાંથી કિશોરભાઈનો લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં ભચાઉના પીએસઆઈ ચૌધરી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

ભચાઉના શિકરામાં પુજારી લૂંટના ઇરાદે હત્યા!

 

સુચવેલા સમાચાર