'ગાંડો' વિકાસ: રાજકોટમાં વર્ષમાં 40 હજાર બાળકોની નોંધણી, છનાં નામ જ વિકાસ!

Nov 14, 2017 04:22 PM IST | Updated on: Nov 14, 2017 05:51 PM IST

રાજકોટઃ છેલ્લા કેટલાંય સમયથી સોશિયલ મીડિયામા વિકાસના નામ પર અવનવા રમૂજી જોક્સ જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ વિકાસના નામ પર ફરતા જોક્સના કારણે લોકોએ પોતાના બાળકોનું નામ વિકાસ રાખવાનું છોડી દીધું છે! રાજકોટ મહાનગરપાલિકામા છેલ્લા એક વર્ષમા 40 હજાર બાળકોના નામની નોંધણી કરવામા આવી છે. જે પૈકી માત્ર 6 જેટલા બાળકોનું નામ વિકાસ રાખવામાં આવ્યું છે.

વિકાસના નામ પર સોશિયલ મીડિયામાં હજુ ફરી રહ્યા છે રમૂજી જોક્સ

'ગાંડો' વિકાસ: રાજકોટમાં વર્ષમાં 40 હજાર બાળકોની નોંધણી, છનાં નામ જ વિકાસ!

લોકોએ પોતાનાં બાળકનું નામ વિકાસ રાખવાનું ટાળ્યું

છેલ્લા ત્રણ મહિનામાં નથી નોંધાયું વિકાસ નામ

40 હજાર નામ પૈકી 6 બાળકોનાં નામ જ વિકાસ રાખવામા આવ્યાં

વિકાસે ભારે કરી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેના મતદાનને આડે હવે ગણતરીના દિવસો જ બાકી બચ્યા છે. ત્યારે વિકાસના નામ પર હજુ પણ વિરોધાભાસ યથાવત્ જોવા મળી રહ્યો છે. એક તરફ કોંગ્રેસ એવો આક્ષેપ કરી રહી છે કે ગુજરાતમા વિકાસ, ગાંડો થયો છે. વિકાસ રઘવાયો થયો છે. બીજી તરફ ભાજપનું કહેવું છે કે અમારા માટે વિકાસ એક મિજાજ છે. કોંગ્રેસ માટે વિકાસ એક મજાક છે. તો સોશિયલ મીડિયામાં વિકાસ નામના રમૂજી મેસેજને પગલે લોકોએ પોતાના બાળકોનાં નામ વિકાસ રાખવાનું ટાળી દીધું છે. આ વાત અમે નથી કહેતા પરંતુ આ વાતને સમર્થન આપે છે રાજકોટ મહાનગરપાલિકાની જન્મ મરણ નોંધણી શાખાના આંકડા.

2017માં કુલ 40 હજાર બાળકોનાં નામોની નોંધણી કરવામા આવી છે. જે પૈકી માત્ર 6 બાળકોના નામ જ વિકાસ રાખવામા આવ્યા છે. - પી.ડી. જોષી સુપ્રિટેન્ડન્ટ, જન્મ મરણ નોંધણી શાખા, RMC

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર