નલીયા સેક્સકાંડના પડઘા, પાટણમાં ભાજપનો વિરોધ,પુતળુ બળાયું

Feb 10, 2017 02:31 PM IST | Updated on: Feb 10, 2017 02:31 PM IST

પાટણઃ કચ્છના નલીયામાં ભાજપના કાર્યકરો દ્વારા યુવતિ પર સામુહિક બળાત્કાર ગુજારતા સમગ્ર રાજ્યમાં આરોપીઓ સામે ફિટકારની લાગણી જોવા મળી રહી છે ત્યારે આજે પાટણમાં પણ જીલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા નલીયા સામુહિક બળાત્કારની ઘટનાના વિરોધમાં ભાજપનું પુતળા દહન અને ભારે સુત્રોચ્ચાર કરી ભાજપ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

nalia

નલીયા સેક્સકાંડના પડઘા, પાટણમાં ભાજપનો વિરોધ,પુતળુ બળાયું

આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેમજ ઘટનાની યોગ્ય તપાસ કરી તેમાં સંડોવાયેલ તમામ લોકો પર પણ કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી અને સતા પર બસેલ ભાજપ ના હોદા નો દુર ઉપયોગ કરી આવું દુષ્કર્મ આચરતા આરોપીઓ સહીત સમગ્ર ભાજપ પર કોંગ્રેસ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા હતા.

તો આ દુષ્કર્મમાં અનેક મંત્રીઓ પણ સામેલ છે તેવો કોંગ્રેસ દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો અને જે સરકાર દ્વારા યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં નહી આવે તો અગામી સમયમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર