ધોરાજીઃપાક નિષ્ફળ જતા ખેડૂતે વાડીમાં જ ઝેર ખાઇ આપઘાત કર્યો!

Oct 12, 2015 04:07 PM IST | Updated on: Oct 12, 2015 04:07 PM IST

રાજકોટઃ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાની પરબડી ગામે ખેડૂતે આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. પોતાની વાડીમાં જ ખેડૂતે ઝેરી દવા ગટગટાવી હતી. પાક નિષ્ફળ જતાં ખેડૂતે આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ મનાઇ રહ્યું છે.

ચાલુ સાલે વરસાદ અનિયમિત અને ઓછો વરસ્યો છે. ધોરાજી તાલુકામાં પણ વરસાદ અનિયમિત વરસતા ખેડૂતોના પાકને અસર થવા પામી હતી. ત્યારે આજે નાની પરબડી ગામે ખેતરે પહોંચેલા ખેડૂત વિક્રમભાઇ ઓધડભાઇ પીઠીયા(ઉ.વ.42) 4 વીઘામાં પાક નિષ્ફળ જશે તેવી દહેશતથી વાડીમાં જ ઝેરી ટીકડા ખાઇને આપઘાત કરી લીધો હતો. ઉપલેટા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. મૃતકને બે પુત્રી ઉર્વસી અને પ્રિયાશી છે.

ધોરાજીઃપાક નિષ્ફળ જતા ખેડૂતે વાડીમાં જ ઝેર ખાઇ આપઘાત કર્યો!

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર