રાજકોટ: રેલવેમાં એસીબીનો સપાટો, 1.25 લાખની લાંચ લેવા જતાં ત્રણ અધિકારીઓ ઝડપાયા

Mar 14, 2017 04:33 PM IST | Updated on: Mar 14, 2017 04:33 PM IST

રાજકોટ #રાજકોટ એસીબીએ આજે સપાટો બોલાવતાં સવા લાખ રૂપિયાની લાંચ લેવાના મામલે રેલવે સિનિયર ડિવિઝનલ એંજિનિયર સહિત ત્રણ અધિકારીઓને ઝડપી લીધા છે. પાણીના કોન્ટ્રાક્ટ અંગેના ટેન્ડર મામલે લાંચની રકમની માંગણી કરવામાં આવી હતી. એસીબીએ છટકું ગોઠવી સિનિયર ડિવિઝનલ એંજિનિયર, ડિવિઝનલ એંજિનિયર અને ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

પાણીના કોન્ટ્રાકટ માટે ટેન્ડરનું બિલ પાસ કરવા માટે રેલવેના સિનિયર ડિવિઝનલ એન્જીનીયર આર.કે. મીના , ડિવિઝનલ એન્જીનીયર અવિનાશ કુમારએ ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ રસિકભાઇના માધ્યમથી રૂપિયા 1.50 લાખની લાંચની માગણી કરી હતી ત્યારબાદ રૂપિયા 1.25 લાખમાં નક્કી કર્યું હતું જેથી ફરિયાદી રાજભા ઝાલા એ એસીબી નો સંપર્ક કરી રાજકોટના કોઠી કમ્પાઉન્ડમાં આવેલી રેલવે ડિવિઝનલ ઓફિસમાં છટકું ગોઠવી રેલવે ના ત્રણેય અધિકારીઓને ઝડપી લીધા હતા

રાજકોટમાં રેલવે જગતમાં ખળભળાટ મચાવી દેતા સમાચાર આવ્યાં છે.બે ક્લાસ વન અધિકારી સહિત 3 રેલવે ઓફિસરો 1.20 લાખની લાંચ એસીબીના છટકામાં ઝડપાય ગયા હતા.ત્રણેય કર્મીને હાલ એસીબીએ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથઘરી છે.અમુક કામ આપવા માટે રેલવેના કોન્ટ્રાકટર પાસે કુલ 1.25 લાખની લાચ માંગી હતી જેમાં વાંકાનેર ક્વાર્ટર અને રેલવેમાં પાણી સપ્લાયનો કોન્ટ્રાકટ ઘરાવતી આર આર અગ્રાવતના પેઢીના નામનું 70 લાખનુ બિલ પાસ કરાવવા માટે ટકાવારી ઉપરાતની 1.50 લાખની લાંચ માગી હતી દરમહિને બિલ પાસ કરાવા બે ટકાની જોગવાઇ રાખી હતી, ત્યારબાદ 1.50 ના બદલે 1.25 લાખ આપવાનુ નક્કી થયુ હતુ

સિનિયર ડિવીઝનલ એન્જીનિયર આર કે મીના, ડેપ્યુટી ડિવીઝનલ એન્જીનિયર અવિનાશ કુમાર એ ઓફિસ સુ્પ્રિન્ટેન્ડેન્ટ રસીકભાઇ મારફત ટેન્ડર માં સહી કરવા માટે રૂપિયા 1.50 લાખની લાંચ માંગી હતી, હાલ એસીબીએ ઝડપી લીધા અને નિવાસ્થાન અને અન્ય સાહિત્ય કબ્જે કરવામાં આવ્યું છે .ફરિયાદીએ મોટુ કૌભાંડ હોવાનો આક્ષેપ કર્યો છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર