'કચ્છને બદનામ કરવાનું બંધ કરો, શંકરસિંહ કચ્છની માફી માંગે'

Feb 18, 2017 10:54 AM IST | Updated on: Feb 18, 2017 10:54 AM IST

કચ્છ #નલિયાકાંડમાં ભાજપના નેતાઓની સંડોવણીને પગલે રાજકારણ ગરમાયું છે. નલિયાકાંડમાં યોગ્ય તપાસની માંગ સાથે કોંગ્રેસ દ્વારા આજે નલિયાથી ગાંધીનગર સુધી બેટી બચાવો યાત્રા કાઢવામાં આવી રહી છે ત્યારે આજે કચ્છ અસ્મિતા મંચ દ્વારા શંકરસિંહ વાઘેલા સામે વિરોધ પ્રદર્શન કરાયું હતું. પ્રદર્શનકારોએ રોષ ઠાલવ્યો હતો કે, કચ્છને બદનામ કરવાનું બંધ કરો અને શંકરસિંહ કચ્છની આ મામલે માફી માંગે.

કચ્છ અસ્મિતા મંચ દ્વારા આજે કોંગ્રેસની યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા શંકરસિંહ વાઘેલા સામે વિરોધ વ્યક્ત કરાયો હતો. કચ્છને બદનામ કરવાનું બંધ કરો, કચ્છના વિરોધીઓ પાછા જાવ... સહિતના વિવિધ બેનરો સાથે વિરોધ કરાયો હતો.

'કચ્છને બદનામ કરવાનું બંધ કરો, શંકરસિંહ કચ્છની માફી માંગે'

કચ્છ અસ્મિતા મંચના પ્રદર્શનકારીઓએ આક્રોષ ઠાલવ્યો હતો કે, શંકરસિંહ વાઘેલાએ કચ્છને બદનામ કરતું  નિવેદન કર્યું છે. કચ્છની બહેન દિકરીઓનું અપમાન કર્યું છે. આ માટે એમણે માફી માંગવી જોઇએ.

અહીં નોંધનિય છે કે, નલિયાકાંડમાં ભાજપના નેતાઓની સંડોવણી બહાર આવતાં કોંગ્રેસ નેતા શંકરસિંહ વાઘેલા દ્વારા એવું નિવેદન કરાયું હતું કે, ભાજપ દ્વારા પ્રવાસનના નામે  કચ્છને સેક્સનું હબ બનાવી દેવાયું છે.

kutch-shankarsinh-oppose02

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર