રાજકોટ-મોરબી હાઇવે પર ત્રિપલ અકસ્માત બાદ કાર સળગી,ત્રણના મોત

Feb 04, 2017 02:43 PM IST | Updated on: Feb 04, 2017 05:41 PM IST

મોરબીઃરાજકોટ-મોરબી હાઈવે પર ટ્રક-બાઈક અને કાર વચ્ચે અકસ્માત બાદ કારમાં આગ લાગી જતા કુલ ત્રણ લોકોના મોત થયા છે.કારમાં આગ લાગતાં કારમાં સવાર 2 લોકો આગમાં ભડથું થયા છે.હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઇ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ જબલપુર પાટીયા પાસે સવારના સુમારે આ અકસ્માત થયો હતો. જેમાં રાજકોટ બાજુથી આવી રહેલો ટ્રક સામે આવી રહેલી વેગેનાર કાર સાથે ધડાભેર અથડાયા બાદ ટ્રકનું ટાયર ફાટ્યું હતું. અને વેગેનાર કારમાં  આગ લાગી હતી. કારમાં સવાર બે વ્યક્તિ ભડથું થઇ ગયા હતા. તેમજ બાજુમાં પસાર થઇ રહેલા હોન્ડાચાલક પણ અકસ્માતનો ભોગ બનતા તેનું પણ ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

રાજકોટ-મોરબી હાઇવે પર ત્રિપલ અકસ્માત બાદ કાર સળગી,ત્રણના મોત

કચ્છ તરફથી આવતી કાર સાથે અથડાતા કારમાં સી.એન.જી. કીટ હોવાથી કર ભલ ભલ સળગી ઉઠી હતી. કારમાં સવાર લોકો જયપાલસિંહ જાડેજા ( ઉ.વ.૨૩ ) અને તેની માતા કિરણબા જાડેજા (ઉ.વ.૫૩)  તેમાંથી ઉતરે તે પેહલા તો તે કારમાં બળી ખાખ થયા હતા અને બાઈક સવાર વૃધને પણ સારવાર મળે તે પેહલા તેનું મોત નીપજ્યું હતું આમ અકસ્માતમાં ૩ લોકો ના મોત થાય થયા છે. કારમાં બળીને મૃત્યુ પામનાર માતા પુત્ર સવારે માળિયા તાલુકાના દહીંસરા ગામેથી લગ્ન પ્રસગમાંથી પરત રાજકોટ જતા હતા.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર