મોરબી:મોબાઇલમાં ફોટો પાડતા અથડામણમાં એકની હત્યા,આગચંપી

Apr 27, 2017 03:24 PM IST | Updated on: Apr 27, 2017 03:24 PM IST

મોરબી:સૌરાષ્ટ્રમાં મોરબી પંથકના માથક ગામમાં ગઇકાલે જુથ અથડામણમાં એકની હત્યા કરાતા ચકચાર મચી ગઇ છે. જ્યારે ટોળાએ 10 જેટલી દુકાનોને આગ ચાંપી દીધી હતી.થોડા દિવસો પૂર્વે પ્રસંગમાં તેના કુટુંબીક છોકરીના આરોપીએ મોબાઈલમાં ફોટો પાડ્યા હતા. જે મામલે  અબ્બાસ રહેમાનભાઈ વડગામાના ભત્રીજાને જાણ થઇ હતી અને બોલાચાલી થઈ હતી.

બાદમાં આરોપીઓ તરફથી ધમકી મળતા આજે હળવદમાં આ મામલે ફરિયાદ કરવા જતા આરોપી યોગરાજસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા, જયદીપસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા એ બંને ભાઈઓ તેમજ તેની માતા લાલીબા રાજેન્દ્રસિંહ ઝાલા એ ત્રણેય શખ્શો આજે જુના મનદુઃખનો ખાર રાખીને ગઇકાલે બપોર પછી અરસામાં ગામમાં આવેલી ગટ્ટાભાઈ દરજીની દુકાન નજીક છરી જેવા હથિયાર સાથે ઘસી આવ્યા હતા અને જૂની અદાવતનો ખાર રાખીને ત્રણેય શખ્શો તોસીફ હુશેન વડગામા (ઉ.વ.૩૦) તેનો ભાઈ ફેઝલ હુશેન વડગામા (ઉ.વ.૨૯) અને કુટુંબીક કાકા અબ્બાસ રહેમાન વડગામા ૯ઊ.વ.૫૨) પર તૂટી પડ્યા હતા.

મોરબી:મોબાઇલમાં ફોટો પાડતા અથડામણમાં એકની હત્યા,આગચંપી

જેમાં છરીના ઘા ઝીંકી દેવાતા તોસીફ હુશેન નામના યુવાનનું મોત નીપજ્યું હતું જયારે તેના ભાઈ ફેસલ હુશેન અને કાકા અબ્બાસ રહેમાન એ બંનેને સારવાર માટે મોરબીની હોસ્પીટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. માથક ગામે થયેલી બઘડાટી સંદર્ભે જીલ્લા પોલીસવડા સ્થળ પર દોડી ગયા હતા તેમજ એલસીબી, એસઓજી, એસઆરપીની ટુકડી તૈનાત કરી દેવામાં આવી હતી જોકે બે જૂથ સામસામે આવી જતા પોલીસ ટીમ પર હુમલો થયો હતો તે ઉપરાંત ગામની કેબીનો અને દુકાનો મળીને કુલ ૧૬ સ્થળે  આગ ચાંપી દેવામાં આવી હતી.

બીજી તરફ મોરબીની સિવિલ હોસ્પીટલે પણ એ ડીવીઝનનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. ઘટનાને પગલે માથક ગામમાં અશાંતિનું વાતાવરણ સર્જાયું હતું.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર