મહેસાણા સેફ્ટી હોમમાંથી ભાગેલો હત્યાનો બાળ આરોપી રાજકોટમાં છરી સાથે ઝડપાયો

Apr 10, 2017 07:37 PM IST | Updated on: Apr 10, 2017 07:37 PM IST

મહેસાણાઃમહેસાણામાં રાધનપુર ચાર રસ્તા નજીક આવેલ સેફ્ટીહોમમાંથી ૪ દિવસ પહેલા આઠ જેટલા બાળ આરોપીઓ નાસી છુટ્યા હતા. ગાર્ડને મારમારી નાસી છુટ્યા હતા. જે પૈકીનો એક આરોપી રાજકોટનો હતો જે હત્યા કેસમાં સંડોવાયેલો હતો. ત્યારે આજ રોજ રાજકોટ પોલીસ દ્વારા બાતમી ના આધારે રાજકોટ થી આ બાળ આરોપીને ઝડપી લીધો છે.

આઆરોપી પાસેથી એક છરી મળી આવતા જી.પી. કલમ પણ લગાડવામાં આવી છે. તેમજ આરોપીને મહેસાણા પોલીસને સોપવા માં આવશે અને આગળની તપાસ હાથ ધરવામાં આવશે. સેફ્ટી હોમમાંથી ભાગી ગયેલા આઠ બાળ આરોપી પૈકી 4 મર્ડર કેસના છે.

મહેસાણા સેફ્ટી હોમમાંથી ભાગેલો હત્યાનો બાળ આરોપી રાજકોટમાં છરી સાથે ઝડપાયો

 

સુચવેલા સમાચાર