વડોદરાઃનાપાસ થવાના ભયે મેડિકલ સ્ટુડન્ટનો આપઘાત,પિતા છે રાજકોટના જાણિતા સીએ

Feb 04, 2017 01:53 PM IST | Updated on: Feb 04, 2017 01:53 PM IST

વડોદરાઃવડોદરાની સયાજી હોસ્પિટલમાં એનેસ્થેસિયા વિભાગમાં ફરજ બજાવતી મહિલા તબીબે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.મહિલા તબીબ પાસેથી પોલીસને સુસાઈડ નોટ મળી આવી છે.જેમાં તેને પરીક્ષામાં નાપાસ થવાના ભયે સુસાઈડ કર્યા હોવાનો ચોકાવનારો ખુલાસો કર્યો છે.મળેલી સ્યુસાઇટ નોટમાં લખ્યું છે કે, 'હું મારા કાર્ય માટે કોઇને પણ જવાબદાર માનતી નથી. બસ, ડીએનબીની એક્ઝામને લઇ થોડુ ડિપ્રેશન આવતું હતું. બીજો કોઇ ઓપ્શન ન હતો.'

સયાજી હોસ્પિટલના પીજી હોસ્ટેલમાં રહેતી 27 વર્ષીય હિરલ ઠુમ્મરે તેના હોસ્ટેલના રૂમમાં સવારે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.હિરલે પોતાના હાથની નસમાં એનેસ્થેસિયાના ઈનજેસ્કશન વધુ પ્રમાણમાં લગાવી દીધા હતા.જેના કારણે તેની સ્થિતિ બગડી હતી.હિરલ સાથે હોસ્ટેલમાં રહેતી અન્ય મહિલા તબીબોને ઘટનાની જાણ થતા હિરલને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવાઈ હતી.જયાં હોસ્પિટલ પર હિરલના પરિજનો, મિત્રો અને સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ દોડી આવ્યા હતા.તબીબોએ હિરલને બચાવવાના અનેક પ્રયાસો કર્યા પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજયું હતું.

વડોદરાઃનાપાસ થવાના ભયે મેડિકલ સ્ટુડન્ટનો આપઘાત,પિતા છે રાજકોટના જાણિતા સીએ

મહિલા તબીબ હિરલ મૂળ રાજકોટની વતની છે.જયારે તેનો પરિવાર શહેરના વાસણા રોડ પર વસવાટ કરે છે.મૃતક હિરલના પિતા મનસુખભાઈ ઠુમ્મર શહેરના જાણીતા સીએ છે.હિરલ સયાજી હોસ્પિટલમાં સિનિયર રેસિડન્સ ડોકટર હતી અને તેને એનેસ્થેસિયામાં એમડીની પરીક્ષા આપી હતી.પોલીસને મૃતક તબીબ હિરલ પાસેથી સુસાઈડ નોટ મળી આવી છે.જેમાં તેને પરીક્ષામાં નાપાસ થવાના ભરે આપઘાત કર્યા હોવાનો ખુલાસો કર્યો છે.તેમજ તેના મોત માટે કોઈ જવાબદાર ન હોવાનું પણ કહ્યું છે.

મૃતક હિરલની પરીક્ષાનું પરિણામ બે દિવસ બાદ આવવાનું છે પરંતુ હિરલ પરિણામ આવે તે પહેલા જ આત્મવિશ્વાસ ગુમાવી મોતને ભેટી છે.જેના કારણે હિરલના પરિવારે એકની એક દીકરીને ગુમાવી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર