રાજકોટઃબોમ્બ બનાવવાના મટીરીયલ સાથે પોલીસ સ્ટેશનમાં ઘુસી આપી ધમકી,શખ્સ ઝબ્બે

Apr 19, 2017 08:16 PM IST | Updated on: Apr 19, 2017 08:16 PM IST

રાજકોટમા બોબ બનાવવાનો અને મળવાનો સીલ સીલો યથાવત રહ્યો છે. શહેરના ખોડીયારપરામા બોબ બનાવના આરોપીઓને પકડવામા પોલીસને સફળતા મળી છે ત્યારે રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલા કુવાડવા પોલીસ સ્ટેશનમા ગઇકાલે એક શકસ છરી સાથે ધુસી ગયો હતો.આ શખ્સએ ફરજ પર રહેલા પીએસઓને ધમકી આપીને છરી બતાવી હતી અને કહ્યુ હતુ કે પોતાની પાસે બોબં છે ત્યારે એક સમયે તો પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

જો કે પોલીસે ગણપત વાળા નામના શખ્સને પકડી લીઘો હતો અને તેની પાસે રહેલો ગન પાઉડર,વાયર અને બેટરી કબ્જે કરી હતી.આ શક્સને એસઓજી પોલીસના હવાલે કરવામા આવ્યા છે શક્સ એમ પણ જણાવ્યુ હતુ કે તે રાજકોટ એરપોટૅમા ધડાકા કરવાનો છે .આરોપી મુળ સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકાના એક ગામનો છે.

રાજકોટઃબોમ્બ બનાવવાના મટીરીયલ સાથે પોલીસ સ્ટેશનમાં ઘુસી આપી ધમકી,શખ્સ ઝબ્બે

ઓરોપી માનસીક રીતે અસ્થીર હોવાનુ પણ પોલીસને તારણ છે.જો કે આ મામલે હાલ તો પોલીસે આરોપીની પુછપરછ કરી છે તેની પાસે રહેલો તમામ માલસામન કબ્જે કર્યો છે.આ શક્સને તેના વતનમા પણ લઇ જવામા આવ્યો હતો સાથે આજે તેનુ મેડીકલ કરાવવામા આવશે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર