રાજકોટ જીલ્લાના એલસીબી પીએસઆઈ મોરી ઉપર હુમલો

Mar 22, 2017 11:28 AM IST | Updated on: Mar 22, 2017 02:10 PM IST

ઉપલેટા ,રાજકોટ જીલ્લાના એલ સી બી ના પી એસ આઈ મોરી સાહેબ ઉપર હુમલો થતા ચકચાર મચી છે. રાજકોટ જીલ્લાના એલ સી બી ના પી એસ આઈ મોરી સાહેબ ઉપર હુમલો થયો છે. જેમાં બનાવની વિગત એવી છે  એલ સી બી ના મોરી સાહેબ ઉપલેટા તાલુકાના ગઘેથડ ગામે પાસાના આરોપી ના નામનું વોરંટ બજાવવા જતા હતા અને પાસાના આરોપી ને પકડી ને જતા હતા, ત્યારે ગધેથડ ગામના પાસા ના આરોપીના અસમાજીક તત્વો જેમાં  17 થી 20 લોકોએ પી એસ આઈ તથા સ્ટાફ પર જીવલેણ હુમલો ક્યો હતો.

તેમા  એલ સી બી ના પી એસ આઈ  મોરી ને માથાના ભાગે ગંભીર ઈજા થતા તાત્કાલિક ઉપલેટા સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ બનાવને પગલે ઉપલેટા પોલીસ તાત્કાલિક હુમલા ખોરને પકકડવા ચક્રો ગતિમાન કરેલ હતા.

રાજકોટ જીલ્લાના એલસીબી પીએસઆઈ મોરી ઉપર હુમલો

સુચવેલા સમાચાર