રાજકોટમાં લેડી ડોનની ધરપકડ,પિસ્તોલ અને 18 કારતૂસ જપ્ત

Mar 28, 2017 04:52 PM IST | Updated on: Mar 28, 2017 06:18 PM IST

રાજકોટઃરાજકોટ, જૂનાગઢના વિસ્તારોના ગુનામાં સંડોવાયેલી લેડી ડોન સોનુ ડાંગરની ક્રાઈમબ્રાન્ચએ ધરપકડ કરી છે.સોનુ ડાંગરની પિસ્તોલ અને 18 કારતૂસ સાથે રહેણાક મકાન નજીકની શેરીમાંથી ઝડપી લેવામાં આવી છે.સૌરાષ્ટ્રમાં મારામારી, જમીન અને હથિયારના અનેક કેસો સોનું ડાંગર પર છે. હથિયાર ક્યાંથી મેળવ્યા હતા તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

નોધનીય છે કે, બુટલેગર સંજય રાજપૂત સાથે મેરેજ કર્યા પછી સોનું ચંદુભાઇ ડાંગરે ગુનાખોરીની દુનિયામાં પગ માડ્યો હતો. ખૂની હુમલો તેમજ પતિ સાથે કાબરાની હત્યા, મારામારી અને છરીથી હુમલા જેવા કેસો લેડી ડોન પર નોધાયેલા છે.આ સિવાય દારૂ અને બીયર પ્રકરણમાં પકડાયેલી કુખ્યાત કોલેજીયન ગર્લની સોનુ ડાંગર સાથેની ઓડીયો ક્લિપ વાયરલ થઈ હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર