જુનાગઢઃBSNL ઓફિસમાં બે કર્મચારીઓ બાખડ્યા, જે આવ્યું તે ઠોક્યું

Jan 05, 2017 03:39 PM IST | Updated on: Jan 05, 2017 03:39 PM IST

જુનાગઢઃજુનાગઢમાં બી.એસ.એન.એલ. ની ઓફીસમાં બે કર્મચારીઓ વચે છુટા હાથની મારામારી થતા એક કર્મચારીને સારવાર માટે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો. જુનાગઢ માં ગાંધીગ્રામ સ્થિત બી.એસ.એન.એલ ની ઓફીસમાં લેન્ડ લાઈનના કનેક્શન બાબતે કોમર્શીયલ ઓફિસર બી.વી. શિયાણી ને તેના નીચેના અધિકારી વાય.એમ.સૈયદ સાથે બોલાચાલી થઇ હતી.

અને મામલો  મારામારી સુધી પહોચ્યો હતો અને કોમર્શીયલ ઓફિસર  ભાણજીભાઈ શિયાણીને તેના નીચેના અધીકારી વાય.એમ સૈયદ દ્વારા  માર મારતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે  મોડી રાત્રે વાય એમ.સૈયદ સામે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

જુનાગઢઃBSNL ઓફિસમાં બે કર્મચારીઓ બાખડ્યા, જે આવ્યું તે ઠોક્યું

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર