જેતપુરમાં પ્રેમી જ બન્યો કાતિલ,માશુકાનું ગળું કાપી નિર્મમ હત્યા !

Feb 04, 2017 06:48 PM IST | Updated on: Feb 04, 2017 06:48 PM IST

જેતપુરઃ રાજકોટના જેતપુરમાં માસુકાનું ગળુ કાપીને પ્રેમીએ જ કરપીણ હત્યા કરી નાખતા ચકચાર મચી છે. પતિથી રિસાઇને અલગ રહેતી યુવતિ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો ત્યાર બાદ આ યુવતિની નજર અન્ય યુવક સાથે મળી ગયાની આશંકામાં પ્રેમીએ માશુકાની નિર્મમ હત્યા કરી નાખી છે.ગણતરીની કલાકોમાં જેતપુર પોલીસે ખૂનીને પકડી લીધો છે.

જેતપુરના દેરડી રોડ પર પાલિકાએ બનાવેલા સરકારી આવાસોમાં 617 નંબરના બ્લોક(મકાનમાં) રહેતા કોળી પરિવારની પરણિત દીકરી રિસામણે ઘરે આવી હતી. તેમજ રાજકોટ સ્થિત તેમના પતિ સામે ખાધાખોરાકીનો કોર્ટમાં કેસ કરનાર પારુલ કાળુભાઇ મકવાણાએ શહેરના એક રાજુ નામના યુવાન સાથે આંખ મળી જતા બંને એકમેકને પ્રેમ કરવા લાગ્યા હોવાની ચર્ચાઓ પોલીસને સાંપડી હતી.

જેતપુરમાં પ્રેમી જ બન્યો કાતિલ,માશુકાનું ગળું કાપી નિર્મમ હત્યા !

દરમિયાન પારુલ અન્યો સાથે પણ લફરામાં પડી હોવાનું જાણી ગયેલો રાજુ આજે સવારે પારુલના ઘરે પહોચ્યો હતો. અને બોલાચાલી કરતા બંને વચ્ચેનો ઝગડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ક્રોધે ભરાયેલા રાજુએ તિક્ષ્ણ છરી પારુલનું ગળુ કાપી તેની નિર્મમ હત્યા કરી દીધી હતી.

"તુમ મુજકો ના ચાહો તો કોઈ બાત નહિ, તુમ કિસી ઔર કો ચાહોગી તો મુશ્કિલ હોગી" અને " આશિક ભી હું, કાતિલ ભી હું" જેવી ઘટનાની ભીતરમાં જવા પીઆઇ પંડ્યા સહિતના સ્ટાફે કવાયત આદરી છે. પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલુ છે. માશૂકાની ઠંડે કલેજે હત્યા કરનાર પ્રેમીની અટક કરી પૂછપરછનો ધમધમાટઃ શરુ કર્યો છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર